નાણા કમાવવાનો Formula: ઘરે બેઠા 30 હજાર રૂપિયા કમાવા છે તો શરૂ કરો આ બિઝનેસ

શરૂઆતમાં 10 હજારનું રોકાણ કરીને આ બિઝનેસને ઘરે બેઠા શરુ કરો, થશે તગડો નફો!

શરૂઆતમાં 10 હજારનું રોકાણ કરીને આ બિઝનેસને ઘરે બેઠા શરુ કરો, થશે તગડો નફો!

  • Share this:
    નવી દિલ્હીઃ જો તમે પણ ઘરે બેઠા કોઈ બિઝનેસ (Business Idea) શરૂ કરવા માંગો છો તો તમે અથાણા બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો...જો ઘર જેવું અથાણું આપને બજારમાં ખાવા મળી જાય તો વાત જ અલગ હશે. એવામાં તમે પોતાના ઘરે બનાવેલા અથાણાને મોટા પ્લેટફોર્મ પર વેચીને સારા નાણા કમાઈ શકો છો. નોંધનીય છે કે બિઝનેસ તમે કોઈ પણ સીઝનમાં (Pickle Business) શરૂ કરી શકો છો. તેની શરુઆત તમે પોતાના ઘરથી જ કરી શકો છો અને જ્યારે આપનો બિઝનેસ લેવલ વધી જાય તો તમે તેને કોઈ મોટા સ્થળમાં પણ શિફ્ટ કરી શકો છો.

    શરૂઆતમાં કેટલું કરવું પડશે રોકાણ?

    બિઝનેસને શરૂ કરવામાં આપને લગભગ 10 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઉપરાંત પહેલા જ મહિનાથી આપને લગભગ 25થી 30 હજાર રુપિયાની કમાણી શરૂ થઈ જશે. આ ઉપરાંત તમે પોતાનું પેકેજિંગ અને પ્રોડક્ટને વધુ સારી બનાવીને કમાણીને વધારી શકો છો.

    ક્યાં વેચી શકો છો?

    તમે તમારા અથાણાંને ઓનલાઇન, હોલસેલ, રિટેલ માર્કેટ અને રિટેલ ચેનમાં વેચી શકો છો.

    આ પણ વાંચો, BoBના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો નાણાની લેવડ-દેવડ, જાણો કારણ

    કેટલી જગ્યાની જરૂર પડશે?

    આ બિઝનેસને કરવા માટે આપને લગભગ 900 વર્ગફુટની જગ્યા જોઈશે. અથાણાં તૈયાર કરવા, અથાણાંને સૂકવવા, તેને પેક કરવા માટે આપને મોટી સ્પેસની જરૂર રહેશે. આ ઉપરાંત અથાણાંને લાંબા સમય સુધી ફ્રેશ અને સારા રાખવા માટે તમારે સાફ-સફાઈ ઉપર પણ ખાસ ધ્યાન રાખવું પડશે.

    થશે તગડો નફો!

    આ બિઝનેસના નફાની વાત કરીએ તો આપને લગભથ શરૂઆતમાં 10 હજાર રૂપિયાની આસપાસ રોકવા પડશે. ત્યારબાદ તમે પહેલા જ દિવસથી નફો મેળવી શકો છો. તેની સાથે જ શરૂઆતમાં આપને માર્કેટિંગ પણ કરવું પડે છે, જેમાં આપને કેટલાક રૂપિયા ખર્ચ થાય છે. આ નાના બિઝનેસને મહેનત અને નવા-નવા પ્રયોગથી મોટો બિઝનેસ બનાવી શકાય છે.

    આ પણ વાંચો, અમેરિકાના યુવકને મળ્યું નવું જીવન, ડૉક્ટરોએ લગાવ્યો બીજો ચહેરો અને બંને હાથ


    લાઇસન્સ કેવી રીતે મેળવી શકો છો?

    આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે લાઇસન્સની જરૂર પડશે. નોંધનીય છે કે, ફુડ પ્રોડક્ટ્સનો બિઝનેસ કરવા માટે તમારે ફુડ સે્ફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI)થી મંજૂરી લેવાની હોય છે. તેમાં તેઓ આપની ફુડ પ્રોડક્ટ્સને ચેક કરે છે અને આપને માપદંડો પર ખરા ઉતરતાં લાઇસન્સ આપે છે.
    Published by:Mrunal Bhojak
    First published: