નવી દિલ્હીઃ દેશભરમાં વધી રહેલા પ્રદૂષણની વચ્ચે કેન્દ્ર સરકારે પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો છે. એવામાં તમે પેપર કપનો બિઝનેસ શરૂ કરી શકો છો. નોંધનીય છે કે હાલમાં પેપર કપના બિઝનેસની ખૂબ ડિમાન્ડ છે. આ ઉપરાંત આ બિઝનેસમાં તમે ઓછા નાણા રોકીને વધુ નફો રળી શકો છો. ખાસ વાત એ છે કે પેપર કપ મેન્યૂફેક્ચરિંગ યૂનિટ લગાવવા માટે સરકાર પણ મુદ્રા યોજના હેઠળ આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બિઝનેસ શરૂ કરવામાં આવનારા ખર્ચથી લઈને થનારા નફાની તમામ ગણતરી આપવામાં આવી છે. આવો આપને જણાવીએ આ બિઝનેસની વિગતો વિશે...
કેટલી જગ્યાની જરૂર પડશે?
આ બિઝનેસને શરૂ કરવા માટે આપને 500 વર્ગફુટ એરિયાની જરૂર પડશે.
મશીનરી, ઇક્વિપમેન્ટ્સ ફી. ઇક્વિપેન્ટ તથા ફર્નીચર, ઇલેક્ટ્રીફિકેશન, ઇન્સ્ટોલેશન અને પ્રી ઓપરેટિવ ખર્ચ- 10.70 લાખ રૂપિયા
વર્કર્સને આપવામાં આવનારી સેલરી- જો તમે પોતાને ત્યાં સ્કિલ્ડ અને અનસ્લિલ્ડ બંને પ્રકારના વર્કર રાખો છો તો આપને લગભગ 35 હજાર રૂપિયા દર મહિને ખર્ચ થશે.
રૉ મટિરિયલ પર ખર્ચઃ 3.75 લાખ રૂપિયા
યૂટિલિટિઝ ખર્ચઃ 6000 રૂપિયા
અન્ય ખર્ચઃ 20500 રૂપિયા
કેટલી કરી શકો છો કમાણી?
જો તમે આ બિઝનેસને શરૂ કરો છો તો વર્ષના 300 દિવસ કામ કરો છો તો તમે લગભગ 300 દિવસમાં 2.20 કરોડ યૂનિટ પેપર કપ તૈયાર કરી શકો છો. આ ઉપરાંત પ્રતિ કપ કે ગ્લાસને લગભગ 30 પૈસાના હિસાબથી વેચી શકો છો.
નોંધનીય છે કે, સરકારની મુદ્રા લોનની તરફથી આ બિઝનેસમાં મદદ પણ મળે છે. એટલે કે તમે લોન લઈને પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. મુદ્રા લોન હેઠળ સરકાર વ્યાજ પર સબ્સિડી આપે છે. આ યોજના હેઠળ કુલ પ્રોજેક્ટ કોસ્ટનો 25 ટકા આપને જાતે રોકાણ કરવા પડશે. મુદ્રા યોજના હેઠળ 75 ટકા લોન સરકાર આપશે.
કાગળના કપ બનાવવાના મશીન દિલ્હી, હૈદરાબાદ, આગ્રા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં મળે છે. આ પ્રકારના મશીનો તૈયાર કરવાનું કામ એન્જિનિયરિંગ વર્ક કરનારી કંપનીઓ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર