પોતાના ઘરના ધાબા પર પાલક-બટાકા-ટામેટા-ડુંગળી જેવી શાકભાજીની કરો ખેતી, દર મહિને થશે મોટી કમાણી

ઓર્ગેનિક ખેતી

આ ખેતીમાં પાણીની બિલકુલ બરબાદી નથી થતી અને બીજી ખેતીની તુલનામાં માત્ર 10 ટકા પાણીનો ઉપયોગ થાય છે. આ ખેતી માટે તમારે માટીની જરૂરિયાત નથી પડતી.

 • Share this:
  નવી દિલ્હી: જો તમને ખેતી કરવામાં રસ હોય તો તમે જમીન ના હોય તો પણ પોતાના ઘર પર શાકભાજીની ખેતી કરી કમાણી કરી શકો છો. આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું, જે તમે તમારા ઘરે જ છત પર શરૂ કરી શકો છો, અને સૌથી ખાસ વાત એ છે કે, તેના માટે તમારે વધારે પૈસા અને જગ્યાની પણ જરૂરત નથી. સાથે આ ફાર્મિંગ બિઝનેસ માટે તમને વધારે પડતા ટેક્નિકલ નોલેજની પમ જરૂરત નથી. મતલબ જો તમને ખેતીની થોડી પણ સમજ હોય તો, તમે દર મહિને મોટી કમાણી કરી શકો છો. તો જોઈએ કેવી રીતે.

  અરૂણ અરોડાએ ઘરેથી શરૂ કર્યો આ બિઝનેસ

  તમને જણાવી દઈએ કે, અરૂણ અરોડાએ પોતાના ઘરના ધાબા પર એક એવો બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં કમાઈની સાથે-સાથે પોતાના ઘરના લોકોને પણ ઓર્ગેનિક શાકભાજી ખાવા મળે છે. જે સ્વાસ્થ્ય સારૂ રાખવાની સાથે-સાથે કમાણી પણ કરાવે છે. અરૂણ અરોડા પોતાના છત પર દેશી શાકભાજીની સાથે-સાથે વિદેશી શાકભાજી પણ ઉગાડી રહ્યા છે.

  તેનું નામ હાઈડ્રોપોનિક ખેતી છે, આ ઈઝરાયલ પદ્ધતી પર બેસ્ડ છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ખેતી માટે તમારે માટીની જરૂરિયાત નથી પડતી. એટલે કે, તમે પાણીની મદદથી આ ખેતી કરી શકો છો.

  ખાતરની જગ્યા પર ઉપયોગ કરો નારીયેળના છોતરા

  તમને જણાવી દઈએ કે, આ ખેતીમાં ખાતરની જગ્યા પર સુકાયેલા નારીયેળના છોતરાનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમાં જ શાકભાજી ઉગાડવામાં આવે છે.

  પાણીની બરબાદ નથી થતું

  આ ખેતીમાં પાણીની બિલકુલ બરબાદી નથી થતી અને બીજી ખેતીની તુલનામાં માત્ર 10 ટકા પાણીનો ઉપયોગ થાય છે.

  આ શાકભાજીની ખેતી કરી શકો છો

  પાલક, મેથી અને ફૂદીનો, રીંગણ, ચેરી ટામેટા, ભીંડા, કોબી, શિમલા મિર્ચ, દેશી ટામેટા અને તુવેર જેવી અનેક શાકભાજીની ખેતી કરી શકાય છે.

  ઓર્ગોનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે સરકાર

  ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. પરંતુ, મોટાભાગના ખેડૂતોને આ માટે વધારે જાણકારી નથી કે આખરે ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય. તેના માટે સર્ટિફિકેટ ક્યાંથી મળે અને તેનું બજાર શું છે? આવી ખેતી માટે જરૂરી ચીજવસ્તુઓ ક્યાંથી મલશે. આ તમામ પ્રશ્નોનો જવાબ એક જગ્યા પર મળશે.

  સરકારે ખેડૂતો માટે જૈવિક ખેતી પોર્ટલ (https://www.jaivikkheti.in/) વિકસીત કર્યું છે, જેની તમે મદદ લઈ શકો છો. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અનુસાર, કેન્દ્ર સરકાર પરંપરાગત ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2015-16 થી 2019-20 સુધી 1632 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

  સરકારે બનાવી PKVY યોજના

  સરકારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે PKVY બનાવી છે. જેના માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયા મળે છે.
  Published by:kiran mehta
  First published: