Profitable agriculture business ideas : જો તમને પણ ખેતી કરવામાં રસ છે અને ઓછી જગ્યામાં ખેતી (Earn money with farming) કરવા માંગો છો, તો આજે અમે તમને એવા મેડિસિન પ્લાન્ટ (Medicinal Plant)ની ખેતી વિશે જણાવીશું, જેમાંથી તમે લગભગ 5 ગણો નફો મેળવી (How to start small level business) શકો છો. જોકે આ માટે તમારે વધારે જગ્યાની જરૂર નહીં પડે. તમે તેને કોન્ટ્રાકટ પર પણ લઈ શકો છો.
આજે અમે તમને એવા બિઝનેસ (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ, જેનથી તમે દર મહિને મોટો નફો (Earn money) કમાઈ શકો છે. ઉલ્લેખનીય છે કે સ્ટીવિયા (stevia)ની માંગ ઝડપથી વધી રહી છે. તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે થાય છે. જેમ-જેમ દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, તેમ-તેમ સ્ટીવિયાની માંગ ઝડપથી વધી રહી છે.
તમને જણાવી દઈએ કે આ છોડ લગભગ 60થી 70 સેમી સુધી વધે છે. ઉપરાંત આ છોડ ઘણા વર્ષો સુધી ચાલે છે. આ છોડના પાંદડા સામાન્ય છોડની જેમ જ દેખાય છે, પરંતુ તે ખાંડ કરતા લગભગ 25થી 30 ગણા મીઠા હોય છે.
ક્યાં થાય છે તેની ખેતી?
તેની ખેતી હાલ બેંગ્લોર, પુણે, ઇન્દોર અને રાયપુર જેવા શહેરોમાં થઈ રહી છે. આ ઉપરાંત વિશ્વમાં તેની ખેતી પેરાગ્વે, જાપાન, કોરિયા, તાઈવાન અને અમેરિકા જેવા દેશોમાં થાય છે.
જો તમે એક એકરમાં 40,000 છોડ રોપશો તો તેમાં લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત તમે નાની જગ્યામાં પણ ખેતી કરી શકો છો. આ ઉપરાંત તમે આ ખેતીમાં તમારા ખર્ચ કરતા લગભગ પાંચ ગણી વધુ કમાણી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, શેરડી, ઘઉં જેવા સામાન્ય પાકની ખેતી કરતા સ્ટીવિયાના વાવેતરમાં વધુ આવક થાય છે. જેના દ્વારા તમે અનેક ગણો નફો કમાઈ શકો છો.
એક પ્લાન્ટને કેટલામાં વેચી શકાય?
આ મેડિસિન પ્લાન્ટથી તમે આધુનિક ખેતી તરફ વળી શકો છો. તમે એક પ્લાન્ટ દ્વારા સરળતાથી 120થી 140 રૂપિયા કમાઈ શકો છો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર