નવી દિલ્હીઃ ઈન્ડિયન રેલવે (Indian Railways) હાલના સમયમાં આપને કમાણી કરવાની તક આપી રહી છે. જો તમે પણ એકસ્ટ્રા કમાણી કરવા માંગો છો કે પછી બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો આપના માટે સારી તક છે. નોંધનીય છે કે રેલ મંત્રાલય (Ministry of Railways)એ ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી નાના અને રસ્તાના કિનારે સ્ટેશનો પર ‘ગુડ્સ શેડોં ડેવલપમેન્ટની પોલિસી’ને થોડા સમય પહેલા જ જાહેર કરી છે. આ પોલિસી હેઠળ તમે સ્ટેશનની પાસે પોતાની કેન્ટિન ખોલી શકો છો કે પછી ચાની દુકાન ખોલીને પણ કમાણી કરી શકો છો.
રેલવે બનાવશે નવા ગુડ્સ શેડ
રેલ મંત્રાલયની ગુડ્સ શેડોં ડેવલપમેન્ટની પોલિસી હેઠળ નવા ગુડ્સ શેડ બનાવવામાં આવશે અને જૂના ગુડ્સ શેડને પ્રાઇવેટ પ્લેયરની મદદથી સુધારવામાં આવશે. આ ઉપરાંત હાલના સમયમાં ગુડ્સ શેડને ડેવલપ કરી ટર્મિનલ ક્ષમતા વધારવાનો લક્ષ્ય રાખ્યો છે. તમે પણ રેલવેની આ સ્કીમ હેઠળ રોકાણ કરી મોટી કમાણી કરી શકો છો.
કેવી રીતે કરી શકો છો કમાણી?
જો રેલવેની આ સ્કીમ હેઠળ તમે રસ્તા કિનારે આવતા સ્ટેશન પર ગુડ્સ શેડને ડેવલપ કરવામાં મદદ કરો છો તો રેલવે આપને સ્ટેશનની આસપાસ નાની કેન્ટિન, ચાની દુકાન, એડવર્ટાઇઝમેન્ટ લગાવવાની સુવિધા આપશે. જેના માધ્યમથી તમે પોતાનો ખર્ચ કાઢવાની સાથોસાથ સારી કમાણી પણ કરી શકો છો.
આ ઉપરાંત પ્રાઇવેટ પ્લેયરને આ સ્કીમ હેઠળ સામાન ચડાવવા/ઉતારવાની સુવિધાઓ, મજૂરો માટે સુવિધાઓ, સંપર્ક રોડ, ઢાંકેલો શેડ અને અન્ય સંબંધિત માળખાકિય સુવિધાઓ ડેવલપ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધાઓને ડેવલપ કરવા માટે પ્રાઇવેટ પ્લેયરને પોતાના નાણા ખર્ચ કરવા પડશે. આ તમામ ડેવલપમેન્ટ રેલવેથી એપ્રૂવ ડિઝાઇનના આધાર પર થશે.
રેલવે કોઈ ચાર્જ નહીં લે
નોંધનીય છે કે, રેલવે પ્રાઇવેટ પ્લેયરથી કોઈ પણ પ્રકારનો વિભાગીય ચાર્જ નહીં લે. પ્રાઇવેટ પ્લેયર તરફથી બનાવવામાં આવેલી સુવિધાઓનો ઉપયોગ સામાન્ય ઉપયોગકર્તાની સુવિધાના રૂપમાં કરવામાં આવશે.
IRCTC માટે કમાણીનું મોટું માધ્યમ ઇ-ટિકટિંગ પર મળનારો સર્વિસ ટેક્સ છે. જોકે નોટબંધી બાદથી લગભગ 3 વર્ષ સુધી તેને આ કમાણી ગુમાવવી પડી હતી અને સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ ચાર્જની વસૂલી પર રોક લગાવી દીધી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર