આ રીતે શરૂ કરો આ સિઝનલ વ્યવસાય અને 3 મહિનામાં કરો લાખોની કમાણી

આ રીતે શરૂ કરો આ સિઝનલ વ્યવસાય અને 3 મહિનામાં કરો લાખોની કમાણી
આઈસ્ક્રિમ બિઝનેસ

થોડા વર્ષોથી આઈસ્ક્રીમનો બિઝનેસ તેજીથી આગળ વધી રહ્યો છે. અમે અહીં તમને જણાવીશું કે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય અને તેનાથી કેટલી કમાણી થઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હી : ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સૌ કોઈને પોતાનો ભાવતો આઈસ્ક્રીમ (Ice cream) યાદ આવતો હશે. ગરમીની સિઝનમાં નાના બિઝનેસની શરૂઆત કરવી હોય તો આ બેસ્ટ આઈડિયા છે. થોડા વર્ષોથી આઈસ્ક્રીમનો બિઝનેસ તેજીથી આગળ વધી રહ્યો છે. અમે અહીં તમને જણાવીશું કે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય અને તેનાથી કેટલી કમાણી થઈ શકે છે.

ઘરમાં કે નાનકડી દુકાનમાં શરૂ કરી શકો છો આઈસ્ક્રીમ પાર્લરજો તમારી પાસે એટલી મુડી નથી અને તમે નાનકડી શરૂઆત કરવા માંગો છો, તો ઘરે ફ્રીઝર ખરીદી માત્ર 10 હજાર રૂપિયાના રોકાણથી આઈસ્ક્રીમ વેચાણ શરૂ કરી શકો છો. ત્યાર બાદ કમાણી વધતા આ બિઝનેસને આગળ વધારી શકો છો.

જો ઘર નજીક વેપાર બરાબર નથી ચાલતો અને સારા લોકેશન પર જઈને ધંધો કરવાનું વિચારી રહ્યા હોય, તો એક દુકાન ભાડે લઈને બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો.

આ પણ વાંચો - રાજકોટ : યુવાનને 30થી વધુ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, બાળઆરોપીએ હકિકત જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ

આ સિવાય 400થી 500 સ્ક્વેર ફીટ એરિયાની કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ પાર્લર ખોલવા માટે પૂરતી છે. જેમાં 5-10 જેટલા લોકો આરામથી બેસી શકે.
ઘર અથવા દુકાન સિવાય તમે લગ્ન-પ્રસંગ કે પાર્ટીના ઓર્ડર પણ લઈ શકો છો.

સરળ રસ્તો છે કે તમે અમુલની ફ્રેન્ચાઈઝી મેળવી લો. આ માટે તમારે 300 વર્ગ ફૂટની જગ્યા પર વ્યવસ્થા કરવાની રહેશે અને ફ્રેન્ચાઈઝી માટે retail@amul.com પર જઈને અરજી કરી શકો છો. આ સિવાય http://amul.com/m/amul-scooping-parlours પર જઈને પણ જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચોરાજકોટ : પુત્ર બાદ પિતાનું પણ સારવાર દરમિયાન નીપજ્યું મોત, બે દિવસમાં બ્રાહ્મણ પરિવારે બે સભ્યોને ગુમાવ્યા

બિઝનેસ રજીસ્ટ્રેશન

તમારે FSSAI પાસેથી લાઇસન્સ મેળવવું પડશે. આ 15 ડિજિટનો રજીસ્ટ્રેશન નંબર છે, જે મેળવવાથી તમે FSSAIની ક્વોલિટી સ્ટાન્ડર્ડ પૂરા પાડતા હોવાની ખાતરીનું પ્રમાણપત્ર મળે છે.

બિઝનેસ રજીસ્ટર્ડ થઈ જશે તો તમને લોન પણ મળી રહેશે. સાથે જ તમે સરકાર તરફથી પણ લોન લઈને બિઝનેસ આગળ વધારી શકો છો.

ઉલ્લેખનીય છે કે, ટ્રેડ બોડી ફિક્કીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે 2022 સુધીમાં દેશમાં આઇસક્રીમનો વ્યવસાય એક અબજ ડોલરથી વધુનો થઈ જશે.
Published by:News18 Gujarati
First published:May 05, 2021, 16:54 pm