માત્ર 15,000 રૂપિયામાં શરૂ કરો તુલસીની ખેતી, થશે લાખો રૂપિયાની કમાણી

તુલસીની ખેતી કરવા માટે આપને વધુ મૂડીની પણ જરૂર નથી. તેની સાથે જ તેની ડિમાન્ડ પણ ઘણી છે

તુલસીની ખેતી કરવા માટે આપને વધુ મૂડીની પણ જરૂર નથી. તેની સાથે જ તેની ડિમાન્ડ પણ ઘણી છે

 • Share this:
  નવી દિલ્હી. જો તમે પણ ખેતી (Farming)ના માધ્યમથી કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યો છો તો આજે અમે આપને એક એવી ખેતી વિશે જણાવીશું, જેનાથી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે આપને મોટી મૂડીની પણ જરૂર નથી. જી હા, તુલસી (Tulsi)ની ખેતીના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ લખપતિ બની શકે છે. આવો અમે આપને જણાવીએ કે તમે કેવી રીતે તુલસી (Basil)ની ખેતીથી તગડી કમાણી કરી શકો છો.

  તુલસીની ખેતી કરવા માટે આપને વધુ મૂડીની પણ જરૂર નથી. તેની સાથે જ તેની માંગ પણ ઘણી છે. હાલના સમયમાં તો દરેક ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ હોય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ દવાઓમાં, પૂજામાં અને અનેક રીતે કરવામાં આવે છે.

  આ પણ જુઓ, VIDEO: રાજસ્થાનના યુવકે ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર બનાવ્યું, ખેડૂતોને થશે અનેક ફાયદા

  કોરોના સંકટમાં વધી ડિમાન્ડ

  નોંધનીય છે કે, કોરોના મહામારી બાદથી લોકોનો આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ આકર્ષણ વધ્યું છે અને આ જ કારણ છે કે તેની માંગ પણ ઘણી વધારે જોવા મળી રહી છે. દરરોજ તેની માંગમાં વધારો થઈ રહ્યો છે. હાલના સમયની વાત કરીએ તો તેનું બજાર પણ ઘણું વધી ગયું છે. એવામાં જો ઔષધીય છોડની ખેતીનો બિઝનેસ શરૂ કરવામાં આવે તો તે આપના માટે ઘણો ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

  સરળતાથી શરૂ કરી શકો છો આ બિઝનેસ

  આ બિઝનેસને શરુ કરવા માટે આપને વધારે નાણા ખર્ચ કરવાની જરૂર નથી. સાથોસાથ તેના માટે તમારે વિશેષ ખેતીની જમીનની પણ જરૂર નથી. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી આ બિઝનેસને શરુ કરી શકો છો.

  આ પણ વાંચો, હોળીની રજાઓમાં ઘરે આવ્યો હતો ટીચર, 3 બુકાનીધારીએ ગોળીઓ વરસાવી કરી હત્યા  થશે 3 લાખની કમાણી

  આપને તેની ખેતી માટે માત્ર પ્રારંભિક 15 હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. વાવણીના 3 મહિના બાદ જ તુલસીનો પાક સરેરાશ 3 લાખ રૂપિયામાં વેચાય છે. અનેક આયુર્વેદિક કંપનીઓ જેમ કે, ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે તુલસીની કોન્ટ્રાક્ટ ઉપર જ ખેતી કરાવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: