કોરોનાકાળમાં (Coronatimes) ઘણા લોકો એવા છે જેના પર આર્થિક સંકટ આવી ગયું છે. ઘણા લોકો ધંધો (Business) કરવાના અને રૂપિયા (Money) કમાવવાના નવા નવા પેતરા શોધતા હોય છે ત્યારે આજે અમે આપને એક અલગ પ્રકારની બિઝનેસ ટીપ્સ (Business Tips) આપવા જઈ રહ્યા છીએ. જો તમારી પાસે જૂની ચલણી (Old Currency Notes) નોટ હોય તો આ નોટના બદલામાં તમે રૂપિયા 1 લાખ કમાઈ શકો એવો આઇડિયા અમે દર્શાવીશું. જોકે, આ આઇડિયાથી તમે કેટલા રૂપિયા મેળવી શકો છો એ તો તમારી આવડત અને નસીબ પર જ આધારિત છે.
હકિકતે વાત એવી છે કે વિશ્વમાં અને ભારત દેશમાં પણ લાખો સંગ્રાહકો એવા છે જે મનગમતી ચીજોના સંગ્રહ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ સંગ્રાહકોમાં જૂની ચલણી નોટોના સંગ્રાહકો પણ મોટી સંખ્યામાં છે અને તેઓ ઓનલાઇન આવી ચીજોની ખરીદી કરવા માટે રસ દાખવતા હોય છે. સંગ્રાહકો જૂની રૂપિયા 1-5-10ની નીચે જણાવ્યા મુજબની નોટના ખૂબ પૈસા ચુકવી રહ્યા છે.
જો તમારી પાસે રૂપિયા 1ની આ જૂની ચલણી નોટ હો તો તમે એના બદલામાં રૂપિયા એક હજાર કમાઈ શકો છો. આ ચલણી નોટ ભારત સરકારે તો ચલણમાંથી પરત ખેંચી લીધી છે પરંતુ ઑનલાઇન માર્કેટમાં તેનો ભાવ રૂપિયા 45,000 સુધી મળી શકે છે. આ નોટ વર વર્ષ 1957ના ગવર્નર એચએમ પટેલની સહી છે અને સાથે જ સીરિયન નંબપર 123456 છે. તમે આ નોટને Coinbazar પર વેચી શકો છો જ્યાં તમને આ નોટની કિંમત 49,9999 રૂપિયા મળી શકે છે. અહીંયા 1 રૂપિયાની આ નોટના બંડલની કિંમત 49,999 રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટના અંતે તેના રૂપિયા 44,999 તો મળશે જ.
જ્યારે આવી જ રીતે રૂપિયા 5ની જૂની ચલણી નોટ પણ હવે વ્યવહારમાંથી લુપ્ત થઈ ગઈ છે. પરંતુ તમારી પાસે તમારી પાસે જો 786 નંબરની રૂપિયા 5ની જૂની ચલણી નોટ હોય તો તમે તેના બદલામાં રૂપિયા 30,000 કમાઈ શકો છો. . coinbazzar.com ટ્રેકટરની છાપ વાળી આ સિરિયલ નંબરની નોટના બદલામાં મોટી રકમ મળી શકે છે.
આવી જ રીતે રૂપિયા 1 અને 5ની જેમ રૂપિયા 10ની જૂની નોટ પણ મોટી કમાણી કરાવી શકે છે. રૂપિયા 10ની જૂની નોટ જેના પર અશોક સ્થંભ હોય અને તેના પર ગવર્નર સી.ડી. દેશમુખની સહી હોય તો પાછળના ભાગે અંગ્રેજીમાં 10 Rupees લખેલું હોય તો આ નોટ પણ તમને અપાવશે રૂપિયા 25,000 સુધીની રકમ જોકે, આ તમામ સંભાવનાઓ જે-તે સયમની ખરીદદારોની સ્થિતિ અને તેમની ઈચ્છા શક્તિ આધારિત છે.
(નોંધ : આ સમાચાર ખાનગી વેબસાઇટથી મળ્યા છે તેના આધારે તૈયાર થયેલા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી)
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર