Home /News /business /Earn Money: IPO બજારમાં જોરદાર હલચલ, Insurance Sectorની આ ત્રણ કંપનીઓ લાવી રહી છે આઇપીઓ

Earn Money: IPO બજારમાં જોરદાર હલચલ, Insurance Sectorની આ ત્રણ કંપનીઓ લાવી રહી છે આઇપીઓ

પ્રતિકાત્મક તસવીર

IPO News: પીબી ફિનટેક, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્યોમારન્સ કંપની અને મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસ IPOના માધ્યમથી 10,000 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરશે

નવી દિલ્હી. દેશમાં આઇપીઓ બજાર (IPO Market)માં રોનક જોવા મળી રહી છે. એક પછી એક અનેક કંપનીઓ પોતાના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઇપીઓ (IPO) લાવી રહી છે. કંપનીઓ અને રોકાણકારો આઇપીઓ બજારને લઈ રૂચિ દર્શાવી રહ્યા છે. હવે ઇન્યોશિરન્સ સેક્ટર (Insurance Sector Companies IPO) સાથે જોડાયેલી ત્રણ અલગ-અલગ કંપનીઓ આવનારા મહિનાઓમાં શૅર બજાર (Stock Market)માં પ્રવેશ કરવાની સાથે આઇપીઓના માધ્યમથી 10,000 કરોડ રૂપિયાથી વધુ નાણા ઊભા કરશે.

પોલિસી બજાર ચલાવનારી કંપની પીબી ફિનટેક (PB Fintech), સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્યોનીરન્સ કંપની (Star Health and Allied Insurance) અને મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસ (Medi Assist Healthcare Services) આઇપીઓ (IPO)ના માધ્યમથી આ રકમ એકત્ર કરશે. આ ત્રણેય કંપનીઓએ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સંબંધિત ડ્રાફ્ટ માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી (SEBI)ની સમક્ષ પહેલા જ રજૂ કરી દીધા છે.

આ વર્ષે અત્યાર સુધી 40થી વધુ કંપનીઓએ IPO દ્વારા એકત્ર કર્યા 70 હજાર કરોડ રૂપિયા

આ વર્ષે અત્યાર સુધી 40થી વધુ કંપનીઓ આઇપીઓના માધ્યમથી 70 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરી ચૂક્યા છે. તેમાંથી માત્ર ઓગસ્ટ મહિનામાં જ ચાર કંપનીઓ લિસ્ટેડ થઈ છે. જ્યારે પાંચમી કંપની નુવોકો વિસ્ટાસ કોર્પનો આઇપો (Nuvoco Vistas Corporation IPO) સોમવાર માટે નિર્ધારિત છે.

આ પણ વાંચો, Ola Electric Scooter પર મળશે EMI ઓપ્શન, જાણો ક્યારે શરૂ થશે ડિલીવરી

આ મહિને અત્યાર સુધી વધુ 24 કંપનીઓએ દાખલ કર્યા આઇપીઓ

આ મહિને અત્યાર સધી વધુ 24 કંપનીઓએ આઇપીઓ દાખલ કર્યા છે અને આ કંપનીઓને 4 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની અપેક્ષા છે. ઇન્વેસ્ટર બેન્કર (Investor Banker) આ વર્ષે બજારમાં 100થી વધુ આઇપીઓ રજૂ થવાની આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો, Petrol Diesel Rate Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ્સ

રાકેશ ઝુનઝુનવાલાને Tata Groupના આ શૅરોએ આપ્યું 54% રિટર્ન

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપના ચાર શૅર- Tata Motors, Tata Communications, Titan Company અને Indian Hotels સામેલ છે. આ ચારેય શૅર 2021ના ગેનર લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2021માં અત્યાર સુધી આ શૅરોએ 54 ટકા રિટર્ન આપ્યું છે. Rakesh Jhunjhunwalaની હોલ્ડિંગવાળા આ શૅરોમાંથી Tata Motorsએ 2021માં સૌથી વધુ રિટર્ન આપ્યું છે. આ શૅરે આ અવધિમાં 54 ટકા રિટર્ન આપ્યું છે. બીજી તરફ, Tata Communications, Titan Company અને Indian Hotelsએ આ અવધિમાં ક્રમશઃ 27 ટકા, 19 ટકા અને 15 ટકા રિટર્ન આપ્યું છે.
First published:

Tags: Business news, Earn money, Insurance, Investment, IPO, Profit, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો