શરુ કરવા માંગો છો પોતાનો વ્યવસાય? 25 હજારમાં શરુ કરો આ બિઝનેસ, થશે રૂ. 1.50 લાખ સુધીની કમાણી

શરુ કરવા માંગો છો પોતાનો વ્યવસાય? 25 હજારમાં શરુ કરો આ બિઝનેસ, થશે રૂ. 1.50 લાખ સુધીની કમાણી
ભારે નફા માટે આ કરો વેપાર

પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટના પ્રોજેક્ટનો ખર્ચ લગભગ રૂ. 2.43 લાખ થાય છે, જે માટે સરકાર તમને 90 ટકા સુધીની લોન આપશે. તેથી તમારે આ યુનિટ માટે માત્ર રૂ. 25 હજાર રોકવાના રહેશે

  • Share this:
જો તમે કોઈ સારો બિઝનેસ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે પૌંઆ બનાવવાનું યુનિટ લગાવી શકો છો. પૌંઆને ન્યૂટ્રીશિયસ ફૂડ કહેવામાં આવે છે. પૌઆને મોટાભાગે નાશ્તા તરીકે ખાવામાં આવે છે અને તેને સરળતાથી બનાવી શકાય છે. આ કારણોસર પૌંઆનું માર્કેટ તેજીથી વધી રહ્યું છે. તમે પૌંઆનું મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવીને બિઝનેસ શરૂ કરી શકો છો. બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી અને તેનાથી શું ફાયદો થશે તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

આ પણ વાંચો- શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે? જાણો પૈસા ઉપાડવાનો સાચો સમય કયો છે90 ટકા સુધીની લોન મળશે

ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (khadi village industries commission) દ્વારા એક પ્રોજેક્ટ પ્રોફાઈલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટના પ્રોજેક્ટનો ખર્ચ લગભગ રૂ. 2.43 લાખ થાય છે, જે માટે સરકાર તમને 90 ટકા સુધીની લોન આપશે. તેથી તમારે આ યુનિટ માટે માત્ર રૂ. 25 હજાર રોકવાના રહેશે.કેટલો ખર્ચ થશે

KVICના રિપોર્ટ અનુસાર માત્ર રૂ. 2.43 લાખનું રોકાણ કરીને તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. 500 વર્ગ ફૂટની જગ્યામાં તમે આ યુનિટ લગાવી શકો છો. તે માટે તમારે રૂ. 1 લાખનો ખર્ચ કરવાનો રહેશે. પૌંઆનું મશીન, સિવ્સ, ભઠ્ઠી, પેકિંગ મશીન, ડ્રમ પર રૂ. 1 લાખનો ખર્ચ થશે. આ પ્રકારે કુલ રૂ. 2 લાખનો ખર્ચ થશે. વર્કિંગ કેપિટલ તરીકે રૂ. 43 હજારનો ખર્ચ થશે.

કમાણી

પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તમારે રો મટીરિયલ લાવવાનું રહેશે. તેના પર લગભગ રૂ. 6 લાખનો ખર્ચ થશે. આ ઉપરાંત તમારે લગભગ રૂ. 50 હજારનો ખર્ચ કરવો પડશે. આ પ્રકારે તમે 1000 ક્વિંટલ પૌંઆનું ઉત્પાદન કરી શકશો. જેના પર કોસ્ટ અને પ્રોડક્શનનો ખર્ચ રૂ. 8.60 લાખ થશે. 1000 ક્વિંટલ પૌંઆ રૂ. 10 લાખમાં વેચી શકાય છે. આ રીતે તમે રૂ. 1.40 લાખની કમાણી કરી શકો છો.

આ પણ વાંચો- ખાનગી કર્મચારીઓ માટે ખુશખબર! 1 ઓક્ટોબરથી વધશે બેઝિક સેલેરી, જાણો નિયમો

લોન કેવી રીતે મેળવવી

જો તમે KVIC રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ તૈયાર કરો છો અને ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન માટે એપ્લાય કરો છો, તો તમને 90 ટકા સુધીની લોન મળી શકે છે. KVIC દ્વારા દર વર્ષે વિલેજ ઈન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે લોન આપવામાં આવે છે. તમે પણ આ લોનનો લાભ મેળવી શકો છો.
Published by:News18 Gujarati
First published:July 22, 2021, 15:29 IST

ટૉપ ન્યૂઝ