Earn Money: આ IT સ્ટોકમાં નાણા રોકી થઈ જાઓ માલામાલ! એક વર્ષમાં 5 લાખ થયા 13.90 લાખ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Mindtree Limited India Stock: માઇન્ડટ્રી લિમિટેડના શેરે 12 મહિનામાં પોતાના શેરધારકોને 150 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે

  • Share this:
    નવી દિલ્હી. શેર માર્કેટ (Stock Market)માં હાલના દિવસોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. અનેક સ્ટોક્સે શાનદાર રિટર્ન (Good Return) આપ્યું છે. તે પૈકી એક છે માઇન્ડટ્રી લિમિટેડ ઈન્ડિયા (Mindtree Limited India Stock)નો શેર. Mindtree Limitedનો શેર BSE પર 7 ટકા વધીને 3,243 રૂપિયાના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. છેલ્લા બે કારોબારી સત્રોથી સ્ટોક સતત વધી રહ્યો છે અને જૂન 2021 ક્વાર્ટરના મજબૂત પર્ફોમન્સના કારણે તે 10 ટકા વધી ગયો છે.

    લાર્જ કેપ સ્ટોક (large-cap stock)એ છેલ્લા 12 મહિનામાં પોતાના શેરધારકોને 150 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ગત એક વર્ષમાં, માઇન્ડટ્રી લિમિટેડના શેર (Mindtree Limited India Stock)ની કિંમત 1,166.5થી વધીને 3,243 રૂપિયા થઈ ગઈ છે. આ અવધિમાં રોકાણકારોને લગભગ 178 ટકાનું રિટર્ન મળ્યું છે. તેની તુલનામાં નિફ્ટી-50 (Nifty 50) ઇન્ડેક્સ 45.5 ટકા અને S&P બીએસઇ સેન્સેક્સ (Sensex) 44 ટકાથી વધુ ચઢ્યું છે.

    5 લાખના રોકાણના થયા હોત 13.90 લાખ

    માઇન્ડટ્રી લિમિટેડ ઈન્ડિયા ((Mindtree Limited India) હિસ્ટ્રી મુજબ, એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock)માં રોકાણ કરવામાં આવેલા 5 લાખ રૂપિયાની રકમ આજે 13.90 લાખ રૂપિયા થઈ જતી. માઇન્ડટ્રી લિમિટેડ ઈન્ડિયાનું માર્કેટ કેપ (Market Cap) 52,650.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસીય મૂવિંગ એવરેજથી વધુ છે.

    આ પણ વાંચો, Earn Money: 2 લાખ રૂપિયામાં Amul સાથે શરૂ કરો તમારો બિઝનેસ, દર મહિને થશે 5 લાખ રૂપિયાથી વધુનો નફો

    કંપની સતત નફો કરી રહી છે

    કંપનીએ જૂન 2021ના સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં 343.40 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે એક વર્ષ પહેલાની અવધિમાં 213 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. જૂન સમાપ્ત ક્વાર્ટર (June Quarter)માં રેવન્યૂ 20 ટકાથી વધીને 2,2,91.70 કરોડ થઈ ગયું, જે એક વર્ષ પહેલા 1,908.80 કરોડ રૂપિયા હતું. જૂન 2021માં ઇપીએસ (EPS) વધીને 20.85 રૂપિયા થઈ ગઈ, જે જૂન 2020માં 12.94 રૂપિયા હતી.

    આ પણ વાંચો, Yamaha Motors પોતાના સ્કૂટરો પર આપી રહી છે ખાસ ઓફર્સ, 999ના ડાઉન પેમેન્ટ પર લઈ જાઓ ઘરે

    માર્કેટ્સમોજો મુજબ, કંપનીએ સતત પાંચ ક્વાર્ટરથી સકારાત્મક પરિણામ જાહેર કર્યા છે. સ્ટોક પોતાના સરેરાશ ઐતિહાસિક મૂલ્યાંકનની તુલનામાં પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે. કંપનીની ઉચ્ચ સંસ્થાગત હોલ્ડિંગ્સ 25.65 ટકા છે અને તેની હિસ્સેદારી ગત ક્વાર્ટરની તુલનામાં 0.87 ટકા વધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: