નવી દિલ્હી. પોસ્ટ ઓફિસ (Post Office) તરફથી અનેક પ્રકારની સ્કીમ (Savings Scheme) ચલાવવામાં આવે છે. પોસ્ટ ઓફિમ તમામ ઉંમર વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ સ્કીમોને ચલાવે છે, જેનાથી યુવાથી લઈને સીનિયર સિટીઝન્સ (Senior Citizens) સુધીના લોકોને ફાયદો મળી શકે. આજે અમે આપને પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમ વિશે જણાવીશું, જેમાં આપને માત્ર 5 વર્ષમાં 14 લાખ રૂપિયા મળી જશે. આ સ્કીમના માધ્યમથી તમે સરળતાથી લખપતિ બની શકો છો. આવો આપને જણાવીએ કેવી રીતે...
કોણ ખાતું ખોલાવી શકે છે? >> સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં ખાતું ખોલાવવા માટે આપની ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. >> 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ આ સ્કીમમાં ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત વોલેન્ટરી રિટાયરમેન્ટ લેનારા વ્યક્તિ પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. >> સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમની મેચ્યોરિટી અવધિ 5 વર્ષની હોય છે, પરંતુ તમે તેને વધારી પણ શકો છો. >> આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાની સાથે એકાઉન્ટ ખોલાવી શકો છો.
ઇન્ડિયા પોસ્ટની (India Post) વેબસાઇટ મુજબ, પાકતી મુદત પછી તમે આ યોજનાને 3 વર્ષ માટે લંબાવી શકો છો. મેચ્યોરિટી બાદ અવધિ વધારવા માટે ખાતાધારકે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને તેના માટે અરજી કરવી પડશે.
કેવી રીતે મળશે 14 લાખ રૂપિયા
જો તમે સિનિયર સિટિઝન્સ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું એકીકૃત રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી એટલે કે પાકતી મુદત પર વાર્ષિક 7.4 ટકા (ચક્રવૃદ્ધિ)ના વ્યાજ દરે, રોકાણકારોને કુલ રકમ 14,28,964 રૂપિયા થશે. અહીં તમને વ્યાજ તરીકે 4,28,964 રૂપિયાનો લાભ મળી રહ્યો છે.
જો આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા કે તેથી વધુનું વ્યાજ મળે તો ટીડીએસ કાપવામાં આવશે. જો કે, Senior Citizen Savings Schemeમાં રોકાણ કરેલી રકમ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
એસસીએસએસ હેઠળ, એક થાપણદાર વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે પત્ની/પતિ જીવનસાથી સાથે એકથી વધુ ખાતા રાખી શકે છે. પરંતુ બધા મળીને મહત્તમ રોકાણ મર્યાદા 15 લાખથી વધુ ન હોઈ શકે. ખાતું ખોલવતા અને બંધ કરતી વખતે નામાંકનની સુવિધા (Nomination Facility) ઉપલબ્ધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર