Earn Money: લાખના બાર હજાર નહીં, 12 લાખ કરી આપ્યા આ સ્ટોકે, જાણો કઈ રીતે થયો રોકાણકારોને લાભ

પ્રતીકાત્મક તસવીર

Multibagger stocks 2021: ઈકેઆઈ એનર્જી સર્વિસીઝનો શેર 7મી એપ્રિલે લિસ્ટ થયો હતો અને માત્ર 4 મહિનામાં જ રોકાણકારોને 1082 ટકાનો ફાયદો થયો

  • Share this:
મુંબઈ. શેરબજાર (Stock Market)માં બુધવારે ઇતિહાસ રચાયો હતો. બીએસઈના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સે (BSE Sensex) ઐતિહાસિક 54,000ની સપાટીથી વટાવી હતી. તેજીના માહોલ વચ્ચે શેરબજાર (Stock Market)ના રોકાણકારો માટે સોનેરી તક આવી છે. આજે અહીં એક એવા સ્ટોક અંગે વાત કરીશું. જેમાં ગણતરીના દિવસોમાં જ રોકાણકારોને અનેક ગણુ રિટર્ન મળ્યું છે.
તમે પણ શેરબજારમાં જોવા મળેલી તેજીનો ફાયદો ઉઠાવી શકો છો. આજે અહીં મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock 2021) EKI Energy Servicesમાં રોકાણકારો કઈ રીતે માલામાલ થઈ ગયા તે અંગે જાણકારી આપવામાં આવી છે.

બીએસઈ એસએમઈ એક્સચેન્જ (BSE SME Exchnage) પર ઈકેઆઈ એનર્જી સર્વિસીઝ (EKI Energy Services)નો શેર 7મી એપ્રિલે લિસ્ટ થયો હતો અને માત્ર 4 મહિનામાં જ આ શેરથી રોકાણકારોને 1082 ટકાનો ફાયદો થયો હતો.

આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ જાણો રવિવારના રેટ્સ

શેરમાં 1082.59નો ઉછાળો

ગત 7 એપ્રિલે EKI Energy Servicesના શેરનો ભાવ રૂ. 147 હતો. ત્યારબાદ આ શેરમાં આવેલી તેજીના કારણે ગત 3 ઓગસ્ટે આ શેરનો ભાવ રૂ. 1738.40 થઈ ગયો હતો. માત્ર નજીવા સમયગાળામાં આ શેરમાં 1082.59 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગત 3 ઓગસ્ટના રોજ આ શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગતા રોકાણકારો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ શેરની કિંમત છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 1501.80થી વધીને 1738.40 સુધી પહોંચી હતી.

1 મહીના પહેલા આ શેરનો ભાવ રૂ. 722 હતો

EKI Energy Servicesના શેરનો ભાવ એક મહિના પહેલા રૂ. 722.65 હતો. જે હવે વધીને રૂ. 1738.40 થયો છે. ચાર મહિનામાં આ શેર 1082.59 ટકા વધ્યો છે.

આ પણ વાંચો, Sarkari Naukri 2021: એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી

રૂ. 1 લાખના 11.82 લાખ થયા

આ સ્ટોકના લિસ્ટિંગ સમયે રૂ. 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારને અઢળક ફાયદો થયો છે. તેને રૂ. 1 લાખના રોકાણ સામે રૂ. 11.82 લાખનું વળતર મળ્યું કહેવાય. 1 મહિના પહેલા 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારને 2.40 લાખ અને 5 દિવસ પહેલા રૂ. 1 લાખનું રોકાણ કરનાર (Stock Investors)ને 1.1575 લાખ મળ્યા છે.
First published: