Multibagger Stock 2021: આ કેમિકલ સ્ટોકે રોકાણકારોના 1 લાખને બનાવી દીધા 1.11 કરોડ, હજી છે કમાણી કરવાની તક

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

How to Earn Money: કેમિકલ સ્ટોક દિપક નાઇટ્રેટે રોકાણકારોના 1 લાખ રૂપિયાને માત્ર 10 વર્ષમાં 1.11 કરોડમાં ફેરવી દીધા છે

  • Share this:
Multibagger Stock Earn Money: જો તમે કોઈ મલ્ટિબેગર સ્ટોક 2021 (Multibagger Stock 2021) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એવા જ એક મલ્ટીબેગર સ્ટોક (Chemical Stock) Deepak Nitrite share વિશે જણાવીશું, જેણે માત્ર 10 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને 1.11 કરોડમાં ફેરવી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટ 2011ના રોજ આ શેરની કિંમત 18.50 રૂપિયા હતી અને 23 ઓગસ્ટ 2021ના રોજ આ શેરની કિંમત 2055 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. આ સ્ટોકે તેના રોકાણકારોને 11,000 ટકાથી વધુ વળતર આપ્યું છે.

દીપક નાઇટ્રાઇટ શેર પ્રાઇસ (Deepak Nitrite share price history)

દીપક નાઈટ્રાઈટ શેરે (Deepak Nitrite share) છેલ્લા એક મહિનામાં તેના શેરધારકોને લગભગ 7 ટકા વળતર આપ્યું છે, જ્યારે આ સ્ટોકે છેલ્લા છ મહિનામાં લગભગ 55 ટકા વળતર આપ્યું છે. આ શેર 2021માં ભારતમાં મલ્ટીબેગર શેરોમાંનો એક છે, કારણ કે તેણે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને લગભગ 172 ટકા વળતર આપ્યું છે.

છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને લગભગ 1940 ટકા વળતર આપ્યું છે. જે રોકાણકારોએ 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં રોકાણ કર્યું હતું અને આ સમયગાળા દરમિયાન કાઉન્ટર પર રોકાણ કર્યું હતું. તેમને 11,000 ટકાથી વધુનો ફાયદો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સ્ટોક પ્રતિ શેર 18.50 રૂપિયાથી વધીને 2055 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો, Bank Holidays: સતત 4 દિવસ Banks બંધ રહેશે, ફટાફટ પૂરા કરી દો કામ, અહીં જુઓ રજાઓનું લિસ્ટ

1 લાખના થયા 1.11 કરોડ

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ આજે 1.07 લાખ થઈ ગયા હોત. જો રોકાણકારે છ મહિના પહેલા આ કેમિકલ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે 1.55 લાખ થઈ ગયા હોત. આ જ રીતે, જો એક વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો 2.72 લાખ થઈ ગયા હોત. પરંતુ જો 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે 1 લાખ આજે 20.40 લાખ થઈ ગયા હોત. એટલું જ નહીં, 10 વર્ષ પહેલા રોકેલા આ નાણાં 1.11 કરોડ થઈ ગયા હોત.

આ પણ વાંચો, 7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! પગારમાં દર મહિને 4500 રૂપિયાનો મળશે ફાયદો, જાણો કેવી રીતે

2400 રૂપિયા સુધી જઈ શકે છે શેર

દીપક નાઇટ્રાઇટના શેરમાં વધારો થવાની શક્યતા છે. SMC ગ્લોબલ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ મુદિત ગોયલે જણાવ્યું હતું કે, "ટેકનિકલ ચાર્ટ પેટર્ન પર દીપક નાઇટ્રાઇટ સકારાત્મક દેખાય છે અને આગામી 2 મહિનામાં તે પ્રતિ શેર રૂ. 2,400 સુધી જઈ શકે છે. જોકે, સ્ટોપલોસ 1960 રાખવો જોઈએ. આ કાઉન્ટરમાં પોઝિશન્સ લેતી વખતે અને સ્ટોક પ્રતિ શેર માર્ક 2000થી ઉપર ન જાય ત્યાં સુધી ડીપ્સ ખરીદો. મોતીલાલ ઓસવાલની એનાલિસ્ટ ટીમે દીપક નાઇટ્રાઇટ શેર માટે રૂ. 2,350 નો ટાર્ગેટ આપ્યો છે.
First published: