આપની પાસે છે આ ખાસ નંબરની કોઈ પણ નોટ તો ઘરે બેઠા થશે સારી કમાણી, જાણો શું છે પ્રોસેસ

જો આપને કરન્સી નોટ કે સિક્કા એકત્ર કરવાનો શોખ છે તો હવે તમે ઘરે બેઠા તેનાથી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો

જો આપને કરન્સી નોટ કે સિક્કા એકત્ર કરવાનો શોખ છે તો હવે તમે ઘરે બેઠા તેનાથી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો

 • Share this:
  નવી દિલ્હી. જો આપને કરન્સી નોટ કે સિક્કા (Coin Collection) એકત્ર કરવાનો શોખ છે તો હવે તમે ઘરે બેઠા તેનાથી લાખો રૂપિયાની કમાણી (Earn Money from Home) કરી શકો છો. હાલના સમયમાં અનેક વેબસાઇટ એન્ટીક નોટ અને સિક્કાઓની હરાજી કરે છે. આજે આપને કરન્સી નોટની એવી ખાસિયત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા બાદ તમે તમારી પાસેની જૂની કે નવી તમામ નોટને ચેક કરવા માટે મજબૂર થઈ જશો. જો આપની પાસે આ નોટ છે તો ફટાફટ તેને ઓનલાઇન હરાજી (Online Auction) માટે મૂકી દો. તેના માટે આપની પાસે રહેલી 1, 2, 10, 100, 500, 2000, 200ની નોટમાં માત્ર એક ખાસિયત હોવી જરૂરી છે.

  કરન્સી નોટમાં હોય આ ખાસિયત તો...

  જો આપની પાસે નોટોનું કલેક્શન છે અને તેમાં 786 નંબરની સીરીઝવાળી કોઈ પણ કરન્સી નોટ (Currency Note) છે તો પછી તમે ઇ-બે (Ebay) વેબસાઇટ પર જાઓ અને ત્યાં પોતાની નોટથી કમાણી કરો. મૂળે, ઇન્ડિયન કરન્સીના રેર નોટોની બોલી ઇ-બે પર લાગે છે. ઇ-બે હંમેશા નોટોની બોલી સતત થતી રહે છે. આ બોલીમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ ભાગ લઈ શકે છે. પહેલા પણ 786 ડિજિટવાળી નોટની બોલીમાં 3 લાખ રૂપિયા સુધી લોકોને મળી ચૂક્યા છે. જો આપને યાદ હોય તો કુલી ફિલ્મમમાં અમિતાભ બચ્ચનની પાસે 786 નંબરનો બિલ્લો હતો. મૂળે, મોટી સંખ્યામાં લોકો 786ને શુભ અને ભાગ્યશાળી અંક માને છે. એવામાં હોઈ શકે છે કે કોઈ બોલી લગાવનારી તમારી મરજી મુજબની કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય.

  આ પણ વાંચો, IGNOU Course: ઇગ્નૂએ શરૂ કર્યો જ્યોતિષમાં બે વર્ષનો પીજી કોર્સ, જાણો ફી અને કોર્સ સ્ટ્રક્ચર વિશે

  કમાણી કરી આપનારી નોટ ક્યાં વેચશો?

  786 ડિજિટવાળી આ ખાસ નોટને વેચવા માટે આપને ઘરેથી બહાર જવાની જરૂર નથી. ઇબે (Ebay) અને ક્લિક ઈન્ડિયા (Click India) જેવી અનેક વેબસાઇટ્સ છે, જે આવી ખાસ નોટોને શોધીને હરાજી કરાવે છે. ક્લિક ઈન્ડિયા સાઇટ પર વોટ્સએપ પર સીધું વેચવા માટે લિંક પણ આપવામાં આવી છે.

  આ પણ વાંચો, અવકાશમાં કપડાં ધોવાના પ્રશ્નનો ઉકેલ લાવવા મથામણ, NASAએ ડિટરજન્ટ કંપની સાથે હાથ મિલાવ્યા  આવી રીતે વેચો આપના કલેક્શનની આ નોટ

  ઓનલાઇન હરાજી માટે આપની પાસેની 786 નંબરવાળી કરન્સી નોટનો ફોટો ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ બોલી લગાવનારી વેબસાઇટ પર પોતાને સેલર તરીકે રજિસ્ટર કરાવવું પડશે. બાદમાં આ ફોટોને સાઇટ પર અપલોડ કરવો પડશે. ત્યારબાદ ખરીદવા માટે ઈચ્છુક લોકો સીધો આપનો સંપર્ક કરી લેશે. તમારી મરજી મુજબની કિંમત નક્કી કર્યા બાદ તમે તમારી વિશેષ નોટને ખરીદનાર ગ્રાહકને વેચી શકો છો.

  *(ડિસ્ક્લેમર- આ ન્યૂઝ વેબસાઇટ્સ મળેલી જાણકારીઓના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી પોતાના તરફથી તેની પુષ્ટિ નથી કરતું)
  Published by:Mrunal Bhojak
  First published: