Home /News /business /

ઘરના ધાબાના ઉપયોગથી કરો જોરદાર કમાણી, ટૂંક સમયમાં થશે ફાયદો: અહીં જાણો પદ્ધતિ

ઘરના ધાબાના ઉપયોગથી કરો જોરદાર કમાણી, ટૂંક સમયમાં થશે ફાયદો: અહીં જાણો પદ્ધતિ

પ્રતિકાત્મક તસવીર

જો તમારા ઘરે ધાબુ ખાલી હોય તો તમારી પાસે કમાણીની ખૂબ સારી તક છે

નવી દિલ્હી : હાલના સમયમાં લોકો કમાણી માટે અલગ અલગ વિકલ્પ તરફ નજર દોડાવે છે. જો તમારા ઘરે ધાબુ ખાલી હોય તો તમારી પાસે કમાણીની ખૂબ સારી તક છે. આજે અહીં અમે એવા બિઝનેસ આઈડિયાઝ અંગે જાણકારી આપીશું, જેના થકી તમે સરળતાથી મોટું વળતર મેળવી શકો છો. આ વ્યવસાય તમને ઘરે બેઠા સારી એવી કમાણી કરી આપશે. તમારે વધુ રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ સાવધાની રાખવી પડશે.

ચાલો તમને જણાવીએ કે આ વ્યવસાય કઈ રીતે શરૂ થઈ શકે છે.

સોલાર પેનલ લગાવીને કમાણી

સોલર પ્લાન્ટ નાખીને પણ વળતર મેળવી શકાય છે. સરકાર આ બાબતે પ્રોત્સાહન આપી રહી છે. જો તમે પણ ઇમારતના ધાબા પર સોલર પ્લાન્ટ લગાવવાની ઈચ્છા રાખતા હોવ તો, વીજળીનું બિલ બચવાની સાથે સારી એવી કમાણી પણ થઈ શકે છે.

ટેરેસ ફર્મિંગથી કમાણી

તમે ટેરેસ ફાર્મિગના માધ્યમથી પણ કમાણી કરી શકો છો. તે માટે તમારે બિલ્ડીંગના ધાબા પર ગ્રીનહાઉસ બનાવવું પડશે. ત્યાં પોલીબેગમાં શાકભાજીના છોડ ઉગાડવા પડશે અને ડ્રીપ સિસ્ટમથી સતત સિંચાઈ કરવાની રહેશે. આ વ્યવસાય માટે વધુ દેખરેખ રાખવી પડે છે.

આ પણ વાંચો - 7th Pay Commission: જુલાઇ 2021માં વધશે મોંઘવારી ભથ્થું! પીએમ નરેન્દ્ર મોદી આપી શકે છે DA વધારવાની મંજૂરી

મોબાઈલ ટાવર લગાવવો

જો તમારી બિલ્ડિંગનું ધાબુ ખાલી હોય તો તે મોબાઇલ કંપનીને ભાડે આપી શકાય છે. મોબાઇલ ટાવર લગાવ્યા બાદ કંપની દ્વારા દર મહિને અમુક રકમ આપવામાં આવે છે. આ માટે તમારે સ્થાનિક તંત્ર પાસે મંજૂરી લેવાની જરૂર પડશે.

હોર્ડિંગ પણ કમાણી કરાવશે

જો તમારૂ બિલ્ડીંગ કોઈ વ્યસ્ત - મેઈન રોડ ઉપર અથવા તો દૂરથી દેખાય તેવા લોકેશનમાં હોય તો ધાબા પર હોર્ડિંગ લગાવીને પણ મસમોટી રકમ મેળવી શકાય છે. દરેક શહેરમાં એડવર્ટાઇઝિંગ એજન્સી હોય છે. જે આઉટડોર એડવર્ટાઇઝીંગનું કામ કરે છે. તમે આવી એજન્સીનો સંપર્ક કરી શકો છો. જે તમામ મંજૂરીઓ લઈને ધાબા ઉપર હોર્ડિંગ લગાવશે. અલબત્ત, હોર્ડિંગ લગાવ્યા પહેલા એજન્સી પાસે મંજૂરી છે કે નહીં તેની તપાસ કરી લેવી. નહીંતર તમારી સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. હોર્ડિંગનું ભાડું મિલકતના લોકેશન પર નક્કી થાય છે.
First published:

Tags: Business, Money, Profit

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन