શેરબજારમાં રોકાણકારોએ કરી જબરદસ્ત કમાણી, 3 મહિનામાં રૂ.25.46 લાખ કરોડની કરી કમાણી

પ્રતિકાત્મક તસવીર

સમગ્ર દેશ કોરોનાનો સામનો કરી રહ્યો હતો. બીજી તરફ શેરબજારમાં રોકાણકારોએ ખૂબ જ નફો કમાયો છે.

  • Share this:
નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં શેરબજારમાં રોકાણકારોએ બમ્પર કમાણી કરી છે. સમગ્ર દેશ કોરોનાનો સામનો કરી રહ્યો હતો. બીજી તરફ શેરબજારમાં રોકાણકારોએ ખૂબ જ નફો કમાયો છે. રોકાણકારોએ કરેલ રોકાણ પર બજારના મજબૂત સેન્ટીમેન્ટની વધુ અસર થઈ છે. આ નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિના માર્ચથી જૂન વચ્ચે રોકાણકારોને રૂ. 25,46,954.71 કરોડનો નફો થયો છે.

પહેલા ત્રણ મહિનામાં BSEના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 6 ટકાની વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ઈન્ડેક્સ 2,973.56 અંક વધ્યો છે. આ વર્ષે 15 જૂનના રોજ BSE સેન્સેક્સની માર્કેટ કેપ આલ ટાઈમ હાઈ રૂ. 2,31,58,316.92 કરોડ પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોતમે પણ આ ખેડૂતની જેમ આ ખાસ પ્રકારના ઘઉંની ખેતી કરી બની શકો છો માલામાલ, એક જ સિઝનમાં તગડો નફો

માર્કેટ કેપમાં વૃદ્ધિ

સેન્સેક્સમાં શામેલ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 3 લાખ કરોડ ડોલર એટલે કે, રૂ. 220 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. તથા ફિસ્કલ યર 2020-21માં BSEમાં શામેલ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 90,82,057.95 કરોડથી વધીને રૂ. 2,04,30,814.54 કરોડ થઈ છે.

રોકાણકારોને વધુ નફો

એપ્રિલથી જૂન સુધી દેશમાં એક તરફ વૈશ્વિક મહામારી ફેલાઈ હતી. બીજી તરફ શેરબજારમાં રોકાણકારો મોટી સંખ્યામાં નફો કમાઈ રહ્યા હતા. શેર બજારની મજબૂતીથી રોકાણકારોને ખૂબ જ ફાયદો થયો. કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં 30 શેર વાળા સેન્સેક્સમાં ગયા વર્ષે 68 ટકા એટલે કે 20,040.66ની વૃદ્ધિ થઈ હતી. ફિસ્કલ યર 2021ના ચોથા ક્વાર્ટરમાં કંપનીઓના પરિણામ ખૂબ જ સારા હોવાને કારણે શેરબજારને સપોર્ટ મળ્યો હતો.

આ પણ વાંચોNew Business Idea: માત્ર 36000માં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે લાખોની કમાણી, જુઓ - તેના વિશે બધુ જ

આજે તેજીથી થઈ હતી શરૂઆત

આજે બિઝનેસની વાત કરવામાં આવે તો શેરબજારની શરૂઆત ખૂબ જ સારી થઈ હતી. સેન્સેક્સ 33.6 અંક એટલે કે, 0.06 ટકાની વૃદ્ધિ સાથે 52,516.31ના સ્તર પર આવી ગયો હતો. નિફ્ટી 26.65 અંક એટલે કે, 0.17 ટકાની વૃદ્ધિ સાથે 15,748.15 સ્તર પર આવી ગયો હતો. કોરોનાના સમયમાં રોકાણકારોએ શેરબજારમાં જબરદસ્ત કમાણી કરી છે.
First published: