નવી દિલ્હી. આજે અમે તમને એક એવા બિઝનેસ (Busines Idea) વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં તમે પૈસા લગાવ્યા વગર જ બિઝનેસ શરૂ (How to Start Own Business) કરી શકો છો અને મહીને લાખોની કમાણી (Earn Money) કરી શકો છો. તમે જાણતા જ હશો કે આજે ઘણી એવી કંપનીઓ છે જે ફ્રેન્ચાઇઝી (Franchise) આપી રહી છે. તમે આ કંપનીઓની ફ્રેન્ચાઇઝી ખોલીને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. સાથે જ નુકસાન પણ ન બરાબર છે. તો ચાલો જાણી તમે કઇ કંપનોની ફ્રેન્ચાઈઝી લઇ શકો છો.
1. આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી
આ સિવાય તમે આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી(Aadhar Card Franchise) પણ લઇ શકો છો. જો તમે આધાર કાર્ડની ફ્રેન્ચાઇઝી લેવા માંગો છો તો તેના માટે સૌથી પહેલા તમારે UIDAI દ્વારા આયોજિત એક પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ત્યાર બાદ સર્વિસ સેન્ટર ખોલવા માટે લાઇસેન્સ આપવામાં આવે છે. જ્યારે તમે પરીક્ષા પાસ કરી લેશો તો તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ કોમન સર્વિસ સેન્ટરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ રીતે કરો એપ્લાય
આધાર ફ્રેન્ચાઇઝી લાઇસેન્સ લેવા માટે તમારે NSEITની ઓફિશ્યલ વેબસાઇટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action પર જવાનું રહેશે.
પોસ્ટ ઓફિસ દ્વારા પણ ફ્રેન્ચાઇઝી (Post Office Franchise) આપવામાં આવી રહી છે. એટલે કે તમે પોસ્ટ ઓફિસ ખોલીને પૈસા કમાઇ શકો છો. આપને જણાવી દઇ કે પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. તેમાં પહેલી ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે અને બીજી પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઇઝી છે. ફ્રેન્ચાઇઝી મેળવવા માટે તમારે માત્ર રૂ. 5000 ખર્ચ કરવાના રહેશે. ફ્રેન્ચાઇઝી મળ્યા બાદ તમે કમિશન દ્વારા પૈસા કમાઇ શકો છો.
આ રીતે કરો એપ્લાય
ફ્રેન્ચાઇઝી માટે તમે પોસ્ટ ઓફિસની ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લો અને ઓફિશ્યલ સાઇટ દ્વારા જ અરજી કરો. અરજી કરવા માટે તમે ( https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ) આ ઓફિશ્યલ લિંક પર ક્લિક કરી શકો છો.
અમૂલ કોઇ પણ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વગર જ ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહી છે. એટલું જ નહીં, અમુલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ પણ ખૂબ ઓછો છે. તમે 2 લાખથી 6 લાખ રૂપિયા ખર્ચ કરીને તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. પહેલી અનુસ આઉટલેટ, અમુલ રેલવે પાર્લર કે અમુલ ક્યોસ્કી ફ્રેન્ચાઇઝી અને બીજી અમુલ આઇસક્રિમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલીમાં રોકાણ કરવા માંગો છો તો 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે બીજી ફ્રેન્ચાઇઝી લેવા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25થી 50 હજાર રૂપિયા આપવા પડશે.
આ રીતે કરો એપ્લાય
જો તમમે ફ્રેન્ચાઇઝી માટે એપ્લાય કરવા માંગો છો તો તમારે retail@amul.coop પર મેઇલ કરવો પડશે. આ સિવાય આ લિંક http://amul.com/m/amul-scooping-parlours પર જઇને પણ જાણકારી મેળવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર