કમાણી કરવાની ઉત્તમ તક: SBI મ્યુચ્યુઅલ ફંડે ખોલ્યું ETF, માત્ર રૂ. 5000 લગાવી બની શકો છો લાખોપતિ

પ્રતીકાત્મક તસવીર.

SBI ETFમાં રોકાણકારો 14 જુલાઇ સુધી પૈસા લગાવી શકે છે. તમે આ ફંડમાં માત્ર રૂ. 5000થી પણ રોકાણ કરી શકો છો.

  • Share this:
જો તમે ક્યાંય પૈસા લગાવવા વિશે વિચારી રહ્યા છો તો તમારી પાસે એક શાનદાર અવસર છે. જ્યાં તમે ઓછા પૈસા લગાવીને વધુ રિટર્ન મેળવી શકો છો. હકીકતમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડે એસબીઆઇ ઇટીએફ કંઝમ્પશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે નિફ્ટી ઇન્ડિયા કંઝમ્પશન ઇન્ડેક્સને ટ્રેક કરશે. SBI ETFમાં રોકાણકારો 14 જુલાઇ સુધી પૈસા લગાવી શકે છે. તમે આ ફંડમાં માત્ર રૂ. 5000થી પણ રોકાણ કરી શકો છો.

ડીમેટ એકાઉન્ટ છે આવશ્યક

તેમાં રોકાણ કરવા માટે તમારી પાસે એક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. આ વિશે એસબીઆઇના એમડી અને સીઇઓ વિનય એમ. ટોનસે કહ્યું કે, અમારું માનવું છે કે વિશ્વભરમાં અને ભારતમાં પેસિવ ફંડને લઇને તણાવ છે. તેવામાં રોકાણકારો એક ઇન્ડેક્સ તરીકે રોકાણ કરવા માંગે છે.

કોરોનાકાળમાં દાહોદના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક બન્યા પ્રેરણા, ફળિયે ફળિયે જઇને વિદ્યાર્થીઓને ભણાવે છે

ઇટીએફમાં રોકાણ તે લોકો માટે ફાયદાકારક છે, જે ઓછી રકમ પર રોકાણ કરવા માંગે છે. એસબીઆઇ ઇટીએફ કંઝમ્પશન દ્વારા સક્રિય રીતે પ્રબંધિત ફંડો સિવાય નિષ્ક્રિય રોકાણ ક્ષેત્રમાં ઓફરોને પોતાના પોર્ટફોલિયોમાં વધારવામાં મદદ મળશે.

આ પાંચ વસ્તુ ખાઓ, તમારી ઊંચાઇ વધારવામાં કરશે મદદઆ પણ જાણો

નિફ્ટી ઇન્ડિયા કંઝમ્પશન ઇન્ડેક્સને ઘરેલુ ઉપભોગ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારી કંપનીઓના વિવિધ પોર્ટફોલિયોના વ્યવહાર અને પ્રદર્શનને મોનિટર કરવા માટે SBI Mutual Fundના આ ઇટીએફને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં ગ્રાહક ટકી ન શકે તેવી કંપનીઓ, સ્વાસ્થ્ય સેવા, ઓટો, દૂરસંચાર સેવાઓ, ફાર્માસ્યૂટિકલ્સ, હોટલ, મીડિયા અને મનોરંજન સામેલ છે.
First published: