નવી દિલ્હી. આજકાલ અનેક લોકોને જૂની નોટ (Old Currency Notes) અને જૂના સિક્કાઓ (Antic Coins) એકત્ર કરવાનો શોખ હોય છે. જો તમે પણ જૂની નોટ અને જૂના સિક્કાઓ એકત્ર કરો છો, તો તમે સરળતાથી લાખપતિ (Billionaire) બની શકો છો. 26 વર્ષ પહેલા ભારત સરકારે એક રૂપિયાની નોટ (One Rupee Note)ને બંધ કરી દીધી હતી. પરંતુ જાન્યુઆરી 2015થી આ નોટ છાપવાનું ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આ નોટ નવી રીતે બજારમાં આવી હતી. અહીં આઝાદી પહેલાની એક રૂપિયાની નોટ વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી તમે રૂ. 7 લાખની કમાણી (Earn Money From Home) કરી શકો છો.
ઓનલાઈન વેબસાઈટ પર તમે આ નોટોની બોલી (Auction) લગાવી શકો છો. આ નોટ પર રૂ. 7 લાખ સુધીની બોલી લગાવવામાં આવી છે. અહીંયા આ નોટની વિશેષતા અંગે જણાવવામાં આવ્યું છે.
રૂ. 7 લાખથી વેચાતી આ નોટની વિશિષ્ટતા છે કે આ આઝાદી પહેલાની આ એકમાત્ર નોટ છે. જેના પર તે સમયના ગવર્નર જે.ડબલ્યૂ. કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂની આ નોટ બ્રિટિશ ઈન્ડિયા તરફથી વર્ષ 1935માં જાહેર કરવામાં આવી હતી. દરેક નોટ મોંઘી જ હોય તેવું જરૂરી નથી કેટલીક નોટ એવી પણ છે, જે ઓછી કિંમતમાં મળે છે. વર્ષ 1966ની એક રૂપિયાની નોટ રૂ. 45માં પણ ઉપલબ્ધ છે. વર્ષ 1957ની આ એક નોટ રૂ. 57માં મળી રહી છે.
આ સિવાય તમે નોટોના બંડલનું પણ વેચાણ કરી શકો છો. ઈબે પર તમે આ નોટના બંડલનું વેચાણ કરી શકો છો. વર્ષ 1949, 1957 અને 1964ના 59 નોટના બંડલના બદલે તમે પૂરા રૂ. 34,999ની કમાણી કરી શકો છો. વર્ષ 1957ના એક રૂપિયાની નોટના બંડલથી તમે રૂ. 15 હજારની કમાણી કરી શકો છો. વર્ષ 1968ના એક રૂપિયાની નોટનું બંડલ રૂ. 5,500નું છે. આ બંડલમાં એક નોટનો નંબર 786 છે. મોટાભાગના નોટના ઓર્ડર પર શિપિંગ ફ્રી છે. કેટલીક નોટનો ઓર્ડર આપવાથી રૂ. 90 શિપિંગ ચાર્જ લેવામાં આવે છે. તે માટે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે, કેસ ઓન ડિલીવરીનો ઓપ્શન નથી. હાલના સમયમાં અનેક વેબસાઈટ પર જૂના નોટ અને સિક્કાનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. જો તમારી પાસે જૂની નોટ અને જૂના સિક્કા નક્કી કરેલ શરતો અનુસાર છે, તો તમે પણ સારી કમાણી કરી શકો છો.
(નોંધ- આ ન્યૂઝ વેબસાઈટ પરથી મળેલી જાણકારીના આધાર પર બનાવવામાં આવ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી આ બાબતની પુષ્ટિ કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર