નવી દિલ્હી : જો તમે શેર માર્કેટમાં પૈસા રોકીને કમાણી કરવા માંગો છો, તો તમારી પાસે એક વિકલ્પ છે. જેમાં તમે રોકાણ કરી શકો છો. હકીકતમાં જાણીતી ઇન્વેસ્ટર ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ બેન્કિંગ ટ્રાન્જેક્શન સોલ્યૂશન્સ કંપની ન્યૂક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટના શેર પોતાના રોકાણકારો માટે મલ્ટી બેગર સાબિત થયા છે. કંપનીના સ્ટોક્સે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને 120 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. કંપનીમાં ડોલી ખન્નાની ભાગીદારી 1.15 ટકા છે.
25 ટકા તેજી આવવાની સંભાવના
આ શાનદાર તેજી છતા પણ Nucleus Software Exportsના સ્ટોક્સમાં મિડ ટર્મમાં વધુ 25 ટકા તેજી આવવાની સંભાવના છે. આપને જણાવી દઇએ કે, આ કંપની ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીને લેંન્ડિગ અને બેન્કિંગ ટ્રાન્જેક્શન સોલ્યૂશન ઉપલબ્ધ કરાવનાર પ્રમુખ કંપની છે.
છેલ્લા એક વર્ષમાં શેર 273.55 રૂપિયાથી ઉછળીને 610 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલે કે કંપનીના રોકાણકારોને 1 વર્ષમાં 122 ટકા રિટર્ન મળ્યું છે. જોકે હાલના દિવસોમાં તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને ગત 1 મહિનાથી તેમાં side-ways જોવા મળી રહ્યો છે.
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે 6થી 9 મહીનાના ટાઇમ ફ્રેમ માટે 750 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસને ધ્યાનમાં રાખી તેની ખરીદી કરવી જોઇએ. Nucleus Software Exportsના સ્ટોક્સ આજે એનએસઇ પર સવારે 10 કલાકે 3.47 ટકાની તેજી સાથે 609.80 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. Nucleus Software Exportsના ફંડામેન્ટલ્સની વાત કરતા આશિકા સ્ટોક બ્રોકિંગના હેડ ઓફ ઇક્વિટી રિસર્ચ અરિજીત માલાકરે જણાવ્યું કે, આ લીડિંગ બેન્કિંગ ટ્રાન્જેક્શન સોલ્યૂશન્સ કંપની છે, જે દરરોજ 2.6 કરોડ ટ્રાન્જેક્શન ફેસિલિટેટ કરે છે. Nucleus Software Exports 200 બિલિયનથી વધુની લોન મેનેજ કરે છે અને 2 લાખ યૂઝર રોજ તેના પ્લેટફોર્મ પર લોગ ઇન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર