નવી દિલ્હી. ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC) પોતાના ગ્રાહકોને પોતાના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ખાસ યોજનાઓ લઈને આવી રહ્યું છે. LICના જીવન લાભ પ્લાન (LIC Jeevan Labh)ના માધ્યમથી તમે દરરોજ 233 રૂપિયાનું રોકાણ કરીને 17 લાખ રૂપિયાનું ફંડ ઊભું કરી શકો છો. એટલે કે તમે થોડાક જ વર્ષોમાં લખપતિ બની શકો છો. નોંધનીય છે કે, પ્લાન દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આવો આજે અમે આપને આ ખાસ પ્લાન વિશે વિગતે જણાવીએ...
બાળકોના લગ્ન અને અભ્યાસ માટે આ છે પ્લાન
આ પોલિસીનું નામ જીવન લાભ (936) છે. આ એક નોન લિંક્ડ પોલિસી છે. આ કારણથી આ પોલિસીનો શૅર માર્કેટ કોઈ સંબંધ નથી. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. કંપનીએ આ પ્લાન બાળકોના લગ્ન, અભ્યાસ અને પ્રોપર્ટીની ખરીદીને લઈ બનાવ્યો છે.
જાણો પોલિસીની ખાસિયત
>> એલઆઇસીની જીવન લાભ પોલિસી નફો અને સુરક્ષા બંને જ ઓફર કરે છે.
>> આ પોલિસીને 8થી 59 વર્ષ સુધીના લોકો લઈ શકે છે.
>> 16થી 25 વર્ષ સુધી પોલિસીની ટર્મ લઈ શકાય છે.
>> ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું સમ એશ્યોર્ડ લેવું પડશે.
>> મહત્તમની કોઈ મર્યાદા નથી.
>> 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
>> પ્રીમિયમ પર છૂટ અને પોલિસીધારકના મૃત્યુ પર નોમિનીને વીમાની રકમ અને બોનસના લાભ મળે છે.
જો પોલિસી ધારકનું મૃત્યુ, પોલિસી અવધિ દરમિયાન થાય છે અને તેના મૃત્યુ સુધી તમામ પ્રીમિયમની ચૂકવણી કરી છે તો તેમના નોમિનીને મૃત્યુ લાભના રૂપમાં મૃત્યુ પર મળનારી વીમાની રકમ, સિંપલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડિશનલ બોનસ (જો કંઈ હોય તો)ની ચૂકવણી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.
આપને ઉદાહરણ રુપે સમજાવીએ કે જો કોઈ વ્યક્તિ 23 વર્ષની ઉંમરમાં 16 વર્ષનો ટર્મ પ્લાન અને 10 લાખ સમ એશ્યોર્ડ વિકલ્પ પસંદ કરે છે તો તેને 10 વર્ષ સુધી રોજના 233 રૂપિયા ભરવા પડશે. આ રીતે તેને કુલ 8,55,107 રૂપિયા ભરવા પડશે. આ રકમ મેચ્યોરિટી પર એટલે કે 39 વર્ષની ઉંમર પર આપવામાં આવશે જે 17,13,000 રૂપિયા હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર