Stock Market Tips : 50 રૂપિયાના આ શેરમાં રોકાણ કરવાથી થઈ શકે છે લાખોનો ફાયદો

પ્રતિકાત્મક તસવીર

આ શેરમાં રોકાણ કરવા માટે વધુ પૈસાની પણ જરૂર નથી. આ શેરની માર્કેટ પ્રાઈઝ રૂ. 52 છે. જો તમે રૂ. 50 થી 55 સુધીના શેર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો કમાણી માટે અત્યારે આ સારો વિકલ્પ છે.

 • Share this:
  જો તમે કોઈ સ્ટોકમાં મૂડીરોકાણ કરી કમાણી કરવા અંગે વિચારી રહ્યા હોય, તો અત્યારે તમારી પાસે સારી તક છે. CNI globalના રિપોર્ટ મુજબ રોકાણકાર વર્તમાન સમયે લિબાસ કન્ઝ્યુમરમાં રોકાણ કરી શકે છે. આ શેરમાં રોકાણ કરવા માટે વધુ પૈસાની પણ જરૂર નથી. આ શેરની માર્કેટ પ્રાઈઝ રૂ. 52 છે. જો તમે રૂ. 50 થી 55 સુધીના શેર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો કમાણી માટે અત્યારે આ સારો વિકલ્પ છે.

  CNI globalએ તેની ફ્રેશ રિપોર્ટમાં લિબાસ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનો ટાર્ગેટ રૂ. 90 સુધીનો રાખ્યો છે. આ વર્ષના શરૂઆતમાં કંપનીએ 1:5 મુજબ શેરનું બોનસ આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા 2018માં કંપની રોકાણકારોને 1:2 બોનસ આપી ચુકી છે.

  કંપનીનો કારોબાર શું છે?

  NSEમાં લિસ્ટેડ કંપની લિબાસ કન્ઝ્યુમર એથનિક મેન અને વુમન વિયર્સમાં કારોબાર કરે છે. આ સિવાય કંપની જ્વેલરીમાં પણ ડીલ કરે છે. કંપનીનો મૂળ વ્યવસાય ફેશન અપ્રેઝલ અને એસેસરીઝનો છે. કંપની લગભગ બે દાયકાથી ભારતીય બજારમાં વ્યાપાર કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ ભારત અને વિદેશમાં પણ ગ્રાહકો માટે યુનિફોર્મ અને વર્ક વિયરનો બિઝનેસ કર્યો છે. કંપનીના ભારતના 3 શહેરોમાં 4 સ્ટોર્સ છે અને દુબઇમાં એક ફ્રેન્ચાઇઝી સ્ટોર છે. જેની કુલ રિટેલ સ્પેસ 10,400 ચોરસ ફૂટ છે.

  આ પણ વાંચો : PUBG ફેન્સ માટે આવ્યા સારા સમાચાર: આ દિવસે લોન્ચ થઇ શકે છે Battlegrounds Mobile India ગેમ, ટીઝર થયું રિલીઝ

  શું કહે છે કંપનીના ડાયરેક્ટર?

  લિબાસ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડાયરેક્ટર રિયાઝ ગંગજી કહે છે કે, ભારતીય ગ્રાહકો બ્રાન્ડેડ રેડીમેડ વસ્ત્રો તરફ આગળ વધી રહ્યાં છે. જેના કારણે ઘણાં પોઝિટિવ પરિવર્તન જોવા મળી રહ્યા છે. જે લિબાસના વેચાણને વધારવા ખૂબ ફાયદાકારક છે. ભારતીય બજારમાં શહેરી વિસ્તારના લોકો રેડીમેડ વસ્ત્રોમાં વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છે. જેના કારણે આ ઉદ્યોગને વેગ મળશે.

  આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા મોલ્સ અને રિટેલ ઉદ્યોગો બ્રાન્ડેડ એપરલને તક આપી રહ્યા છે. જે લીબાસ જેવી કંપનીઓને તેમનું વેચાણ વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત ભારત અને વિદેશમાં 100 સ્ટોર શરૂ કરવાની યોજના હોવાનું પણ ડાયરેક્ટર રિયાઝ ગંગજીએ કહ્યું હતું.

  FMCG સેકટરમાં કંપનીએ ડગલું માંડ્યું

  ઉલ્લેખનીય છે કે, લિબાસે તાજેતરમાં જ FMCG સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે. કંપની ગંગજી સોલ્ટ નામના બ્રાન્ડ હેઠળ રોક મીઠાની આયાત, ઉત્પાદન અને પેકેજીંગનું કામ કરે છે. કંપનીએ આ વ્યવસાય ભિવંડીમાં સ્થાપ્યો છે. ભરૂચમાં પણ નવો પ્લાન્ટ નાખવાની યોજના છે. કંપની 1,500 ટન રોક મીઠાના ઉત્પાદનની ક્ષમતાવાળા મિનિ પ્લાન્ટ પણ સ્થાપિત કરી રહી છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં ટાટા સોલ્ટ, કિયા, શ્રી શ્રી, શંખ, ટેરા ગ્રીન્સનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો : નોકરિયાતો માટે મોદી સરકારની મોટી ભેટ, જુલાઈમાં PF ખાતામાં આવી શકે છે આટલા રૂપિયા

  આ મામલે રિયાઝ ગંગાજીએ કહ્યું હતું કે, નિકાસ અને સ્થાનિક બજાર માટે સમૃદ્ધ જૈવિક પ્રોડકટના ઉત્પાદન અને પેકેજિંગ માટે કંપનીએ ટોચનાં 15000 જૈવિક ખેડુતો સાથે હાથ મિલાવ્યો છે. જેમાં ગ્રાહકની ટેવો અને તંદુરસ્ત પોષક ઉત્પાદનોમાં ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

  Libas દ્વારા Libas fashionને પ્રોત્સાહન આપવા માટે matrimony.com સાથે કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોલ્ડન બ્રિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.માં 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મળવાની છે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્જિન અને માંગમાં વધારો થવાને કારણે નાણાંકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.
  First published: