એક રૂપિયાની નોટ આપને બનાવશે માલામાલ, મળશે પૂરા એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે

જો તમારી પાસેની એક રૂપિયાની ખાસ નોટ શરતો અનુસાર હશે છે તો તમને તેના લાખો રૂપિયા મળી શકે છે

જો તમારી પાસેની એક રૂપિયાની ખાસ નોટ શરતો અનુસાર હશે છે તો તમને તેના લાખો રૂપિયા મળી શકે છે

  • Share this:
નવી દિલ્હી. જો તમારી પાસે એક રૂપિયાની નોટ (One Rupee Note) છે, તો તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો. તમારી પાસે કમાણી (Earn Money) કરવાનો ખૂબ જ સારી તક છે. તમે ઓનલાઈન એક રૂપિયાની નોટ વેચીને લાખોની કમાણી કરી શકો છો. જો તમારી પાસે એક રૂપિયાની 5 નોટ છે, તો તમે રૂ. 5 લાખની કમાણી કરી શકો છો. તે માટે તમારે આ નોટનો ફોટો વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે. તે બાદ લોકો તમારી નોટની બોલી (Auction) લગાવશે અને તમે આ નોટ વેચીને લાખોની કમાણી કરી શકો છો. અનેક એવી વેબસાઈટ છે, જેના પર જૂની નોટ અને સિક્કાઓને (Old Currencies) વેચવામાં આવી રહ્યા છે. જો તમારી જૂની નોટ અને સિક્કાઓ શરતો અનુસાર છે તો તમને તેના પૈસા મળી શકે છે. અહીં જૂની નોટ અને સિક્કાથી કેવી રીતે કમાણી કરી શકાય તેની જાણકારી આપવામાં આવી છે.

કેટલા રૂપિયાની કમાણી કરી શકો છો

તમે એક રૂપિયાની નોટની મદદથી રૂ. 1 લાખની કમાણી કરી શકો છો. નોટની હરાજીમાં નોટ વેચતી સમયે મોલભાવ પણ કરી શકો છો.

અહીં વેચો નોટ

ઇન્ડિયામાર્ટ પર ઘરે રહીને સારી કિંમત પર આ નોટને વેચી શકાય છે. આ પ્લેટફોર્મ્સ પર તમને નોટની ખૂબ જ સારી કિંમત મળશે. આ કંપનીની વેબસાઈટ પર જઈને તમે નોટ વેચી શકો છો. આ નોટના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે.

આ પણ વાંચો, Honda Activa 125 પર મળી રહ્યું છે 3,500 રૂપિયાનું કેશબેક, જાણો કેવી રીતે મળશે ફાયદો

ભારત સરકાર જાહેર કરે છે

એક રૂપિયાની નોટની કહાની ખૂબ જ અલગ છે. આ નોટ RBI નહીં પરંતુ ભારત સરકાર જાહેર કરે છે. આ કારણોસર એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેંક ઓફ ગવર્નરની સાઈન હોતી નથી. એક રૂપિયાની નોટ પર દેશના નાણા સચિવના હસ્તાક્ષર હોય છે.

1917માં પહેલી વાર જાહેર થઈ હતી

એક રૂપિયાની નોટનું મુદ્રણ 30 નવેમ્બર 1917ના રોજ થયું હતું. આ નોટ પર કિંગ જ્યોર્જ પાંચમાનો ફોટો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર વર્ષ 1926માં પહેલી વાર એક રૂપિયાની નોટ છાપવાની બંધ કરવામાં આવી હતી. તે બાદ વર્ષ 1994માં એક રૂપિયાની નોટ ફરી છાપવાની બંધ કરવામાં આવી હતી. વર્ષ 2015માં તેને ફરી છાપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

આ સિક્કાઓથી કરો કમાણી

ઈ કોમર્સ વેબસાઈટ પર પૈસા કેવી રીતે કમાવા તેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમારી પાસે માતા વૈષ્ણોદેવીના 5 અને 10ના સિક્કા છે, તો તમે તેને વેચીને પૈસાની કમાણી કરી શકો છો. આ સિક્કા વર્ષ 2002માં જાહેર કરવામાં આવ્યા હતા. માતા રાનીની તસવીર હોવાના કારણે લોકો આ સિક્કાને લકી માની રહ્યા છે. હિંદુ ધર્મમાં માતા વૈષ્ણોદેવીની પૂજા કરવામાં આવે છે. તે માટે લોકો આ પ્રકારના સિક્કા માટે પૈસા ખર્ચી રહ્યા છે.

આ પણ વાંચો, CBSE 12th Board Exam 2021: 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે ધો-12ની વૈકલ્પિક પરીક્ષાઓ

વધુ જાણકારી માટે આ વેબસાઈટની મુલાકાત લો
આ નોટને વેચવાના સંબંધમાં અધિક જાણકારી માટે https://dir.indiamart.com/impcat/antique-note.html પર વિઝિટ કરી શકો છો.

આ વેબાઈટ પર વેચી શકો છો...
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/

(Disclaimer - આ લેખ ન્યૂઝ વેબસાઈટ પરથી મળેલ જાણકારીના આધાર પર બનાવવામાં આવ્યો છે. ગુજરાતી ન્યૂઝ18 આ માહિતીની પુષ્ટિ કરતું નથી.)
First published: