એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવશે માલામાલ, મળી શકે છે પૂરા 9 કરોડ 99 લાખ!

એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવશે માલામાલ, મળી શકે છે પૂરા 9 કરોડ 99 લાખ!
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 1885નો આ એક રૂપિયાનો સિક્કો આપને રાતોરાત બનાવી શકે છે કરોડપતિ, કરો માત્ર આટલું કામ

 • Share this:
  નવી દિલ્હીઃ શું તમે પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છે? શું આપને પણ પોતાના સપના પૂરા કરવા માટે પૈસા જોઈએ છે, તો હવે તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો. અને ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ નહીં કરવું પડે. માત્ર આપની પાસે એક રૂપિયાનો સિક્કો (One Rupee Coin) હોવો જોઈએ અને પૂરા 9 કરોડ 99 લાખ રૂપિયા આપને મળી શકે છે. જી હા, તમે એક રૂપિયાના સિક્કાથી કરોડપતિ બની શકો છો. પરંતુ તે કોઇ સામાન્ય એક રૂપિયાનો સિક્કો નથી. આવો આપને જણાવીએ કે આપને કયો સિક્કો જોઈએ અને કેવી રીતે તમે તેનાથી મોટી કમાણી (How to Earn Money) કરી શકો છો.

  કેવી રીતે કરી શકો છો કમાણી?  નોંધનીય છે કે, કરોડપતિ બનવા માટે વર્ષ 1885નો એક રૂપિયાનો સિક્કો જોઈશે. આ સિક્કાને તમે ઓનલાઇન સેલ કરીને 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. મૂળે, દુનિયામાં ઘણા લોકોને જૂની (એન્ટિક) વસ્તુઓનો સંગ્રહ કરવાશો શોખ હોય છે અને આ જૂની એન્ટિક વસ્તુઓની હરાજી થાય છે, જેમાં લોકો એન્ટિક વસ્તુઓને સારા ભાવે ખરીદે છે.

  આવી રીતે મળશે 9 કરોડ 99 લાખ રૂપિયા

  આ સિક્કાને વેચવા માટે આપને ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ તેને વેચી શકો છો. તેના માટે OLXની વેબસાઇટ પર જવું પડશે અને અહીં પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે.

  આ પણ વાંચો, 9 વર્ષનો રયાન કાજી બન્યો સૌથી વધુ કમાણી કરનારો YouTuber, આટલી છે એક વર્ષની કમાણી!

  અપલોડ કરો સિક્કાનો ફોટો

  નોંધનીય છે કે તમે olx પર આ સિક્કાની હરાજી કરી શકો છો.
  એકાઉન્ટ ક્રિએટ થઈ જતાં વિક્રેતા તરીકે રજિસ્ટ્રેશન કરો.
  રજિસ્ટ્રેશન બાદ પોતાની પાસેના સિક્કાની તસવીર સાઇટ પર અપલોડ કરો.
  અપલોડની સાથોસાથ તેને સેલ માટે મૂકી દો.

  આ પણ વાંચો, IIT દિલ્હીએ બનાવ્યું ‘શાકાહારી મીટ’, અસલી જેવો સ્વાદ અને પોષણ

  હરાજી થતાં થાય છે જોરદાર કમાણી

  દેશમાં હંમેશાથી એન્ટિક ચીજોનો ક્રેઝ રહ્યો છે. જૂના સિક્કાની તલાશ પણ લોકોમાં હંમેશા રહે છે. એન્ટિક વસ્તુઓની હરાજી પર સારા રૂપિયાની કમાણી કરી શકો છો. આ વસ્તુઓની ઓછી ઉપલબ્ધ હોવાના કારણે લોકો તેને સારા ભાવમાં ખરીદી લે છે.
  Published by:Mrunal Bhojak
  First published:December 23, 2020, 08:03 am

  ટૉપ ન્યૂઝ