આ વર્ષે દિવાળી પર 10 રૂપિયાની એક નોટ આપને કરી દેશે માલામાલ, ખાતામાં આવશે હજારો રૂપિયા

જો આપની પાસે આ ખાસ 10 રૂપિયાની નોટ છે તો આપ તેનાથી 25 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો

જો આપની પાસે આ ખાસ 10 રૂપિયાની નોટ છે તો આપ તેનાથી 25 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો

  • Share this:
    નવી દિલ્હીઃ આ વર્ષે દિવાળી (Diwali 2020) પર આપને 10 રૂપિયાની નોટ માલામાલ કરી શકે છે. જો આપની પાસે પણ આ ખાસ 10 રૂપિયાની નોટ છે તો આપના ખાતામાં સીધા 25 હજાર રૂપિયા આવી જશે. આ વખતે આપની પાસે ફ્રીમાં 25 હજાર રૂપિયા કમાવાની તક છે. સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ પણ કરવાની જરૂર નથી. આવો આપને જણાવીએ કે આપને કઈ 10 રૂપિયાની નોટ જોઈશે...અને આપને કેવી રીતે કમાણી કરી શકશો...

    એક નોટ આપને બનાવી દેશે અમીર

    હાલમાં નવી નોટ બધી જગ્યાએ જોવા મળે છે પરંતુ જૂની નોટ બજારમાંથી ગાયબ થઈ રહી છે. એવામાં જો આપની પાસે જૂની 10 રૂપિયાની નોટ છે તો તમે કમાણી કરી શકો છો. અમે 10 રૂપિયાની જે નોટની વાત કરી રહ્યા છીએ તે ઘણા વર્ષ પહેલા ભારતમાં ચલણમાં હતી.

    આ પણ વાંચો, દિવાળી પહેલા અહીં મળી રહ્યું છે સસ્તું સોનું, આજે જ કરો ખરીદી, માત્ર 5 દિવસનો છે સમય

    નોંધનીય છે કે, ભારતમાં આવી અનેક નોટ ચલણમાં હતી, જેના વિશે કદાચ હવે કોઈ જાણકારી પણ લોકોને નહીં હોય. પહેલા 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ બનેલો રહેતો હતો. આ નોટ દુર્લભ માનવામાં આવી રહી છે પરંતુ જો આપની પાસે આ નોટ છે તો આપની કિસ્મત ચમકી શકે છે.

    કેટલા રૂપિયા મળશે?

    આ એક નોટને બદલે 20થી 25 હજાર રુપિયા મળી શકે છે. સારી વાત એ છે કે તમે આ નોટને ઘરે બેઠા ઓનલાઇન વેચી શકો છો.

    આ નોટને ક્યાં વેચી શકો છો?

    નોંધનીય છે કે, ઈન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરૂધર આર્સ્ે પર આ નોટોને ઘરે બેઠા સારી કિંમતે વેચી શકાય છે. આ પ્લેટફોર્સ્જ પર આ નોટના સારા ભાવ મળશે. આ કંપનીની વેબસાઇટ પર જઈને આપ આ નોટને સેલ કરી શકો છો, તેના બદલામાં આપને 25 હજાર રૂપિયા મળી શકે છે.

    આ 10 રૂપિયાની નોટ 1943માં થઈ હતી ઇસ્યૂ

    નોંધનીય છે કે, આ નોટને 1943માં બ્રિટિશ રાજ દ્વારા ઇસ્યૂ કરવામાં આવી હતી. આ નોટ પર ભારતીય સી ડી દેશમુખના હસ્તાક્ષર છે. 10 રૂપિયાની આ જૂની નોટમાં એક તરફ અશોક સ્તંભ છે તો બીજી તરફ એક બોટ છે. આ નોટની બંને તરફ અંગ્રેજીમાં 10 Rupees લખેલું છે.

    આ પણ વાંચો, Hondaની જોરદાર દિવાળી ઓફર, કાર ખરીદતાં થશે 2.50 લાખ રૂપિયાની બચત, જાણો કેવી રીતે

    આ વેબસાઇટ ઉપર કરી શકો છો સેલ-

    https://dir.indiamart.com/impcat/old-coins.html
    https://in.pinterest.com/080841052o/sell-old-coins/
    http://www.indiancurrencies.com/
    Published by:Mrunal Bhojak
    First published: