Earn Money: નોકરી છોડીને બિઝનેસ કરવાનો પ્લાન છે તો શરૂ કરો આ કારોબાર, દર મહિને થશે 3 લાખ રૂપિયાની કમાણી

હીંગની ખેતી કેવી રીતે કરી શકાય?

How to Earn Money: આ બિઝનેસ મોટા પાયે શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે, જાણી લો સમગ્ર પ્રોસેસ

  • Share this:
Business Idea: જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું (How to start own business) વિચારી રહ્યા છો અને તમને ખેતી પસંદ છે, તો અહીં એવા જ એક બિઝનેસ (Business opportunity) વિશે જાણકારી આપવામાં આવી છે. આ બિઝનેસની મદદથી તમે દર મહિને રૂ. 3 લાખ સુધીની કમાણી (Earn money) કરી શકો છો. અહીંયા હીંગની ખેતી (Asafoetida Farming)ની વાત કરવામાં આવી રહી છે. હીંગની ખેતી કરીને તમે ખૂબ કમાણી કરી શકો છો. હીંગનો ભાવ (Asafoetida Price Today) અત્યારે પ્રતિ કિલો રૂ. 35,000 છે.

જો તમે દર મહિને 5 કિલો હીંગનું વેચાણ કરો છો, તમે વધુ કમાણી કરી શકશો. મુખ્ય રૂપે હીંગની ખેતી અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન અને બલૂચિસ્તાનમાં થાય છે.

હીંગમાં અનેક ચિકીત્સીય ગુણ રહેલા છે

હીંગ એક પ્રકારનો છોડ હોય છે, જેમાં તીવ્ર સુગંધ અને અદભુત સ્વાદ રહેલો છે. હીંગમાં ખૂબ જ ઉપચારક ગુણ રહેલા છે. આ કારણોસર અનેક ખાવા પીવાની વાનગીમાં સુગંધ ઉમેરવા માટે હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક ભારતીય વ્યંજનોમાં હીંગનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

હીંગની ખેતી

હીંગની ખેતી માટે 20થી 30 સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત રહે છે. ભારતમાં પહાડી વિસ્તારોમાં આ પ્રકારનું તાપમાન હોય છે, તેથી તે વિસ્તારોમાં સરળતાથી હીંગની ખેતી કરી શકાય છે. હીંગની ખેતી માટે વધુ ઠંડા અને ગરમ વાતાવરણની જરૂરિયાત નથી.

હીંગની ખેતી કેવી રીતે કરી શકાય?

- હીંગના બીજને સૌથી પહેલા ગ્રીન હાઉસમાં 2-2 ફૂટના અંતરે વાવવામાં આવે છે.
- છોડ ઊગ્યા બાદ તેને 5-5 ફૂટના અંતરે વાવવામાં આવે છે.
- હાથ લગાવીને જમીનને ચેક કરીને જ તેમાં પાણી છાંટવું. કારણ કે વધુ પડતુ પાણી આપવાથી છોડને નુકસાન થઈ શકે છે.
- છોડ કૂણો રહે તે માટે ભીના ઘાસનો ઉપયોગ પણ કરી શકાય છે. હીંગના છોડને ઝાડ બનવામાં 5 વર્ષનો સમય લાગે છે.
- આ ઝાડના મૂળ અને દાંડીમાંથી ગુંદર કાઢવામાં આવે છે.

આ પણ વાંચો, LIC IPO News: ભારતીય જીવન વીમા નિગમના આવી શકે છે બે IPO, જાણો શું છે કારણ

રોકાણ

આ બિઝનેસ મોટા પાયે શરૂ કરવા માટે રૂ. 5 લાખનું રોકાણ કરવાનું રહેશે. આ બિઝનેસને વિસ્તૃત કરવા માટે મશીન પર પણ ખર્ચ કરવાનો રહેશે.

આ ડોક્યુમેન્ટ્સ છે જરૂરી

આ બિઝનેસ શરૂ કરવા માટે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, જીએસટી નંબર, બિઝનેસ પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે.

આ પણ વાંચો, Mahindraની કારો પર મળી રહ્યું છે 2.55 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ચેક કરો કયા મોડલ પર કેટલી મળશે છૂટ

બિઝનેસમાં કેટલો નફો થાય?

હીંગના બિઝનેસની વાત કરવામાં આવે તો, આ બિઝનેસનો સંપૂર્ણ નફો બિઝનેસના સ્તર પર નિર્ભર કરે છે. બજારમાં 1 કિલો હીંગનો ભાવ રૂ. 35,000 છે. જો તમે એક મહિનામાં 5 કિલો હીંગનું વેચાણ કરો છો, તો તમે રૂ. 1,75,000 કમાઈ શકો છો. આ બિઝનેસમાં વધુ નફો કમાવવા માટે તમે મોટી મોટી કંપનીઓ સાથે ટાઈઅપ કરી શકો છો. જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર હીંગનું વેચાણ કરો છો, તો તમે રૂ. 3 લાખ સુધીની કમાણી કરી શકો છો.
First published: