નવી દિલ્હી : એડિબલ ઓઈલ બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવનાર FMCG કંપની અદાણી વિલ્મર (Adani Wilmar) 4,500 કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. Adani Wilmarએ સોમવારે શેરબજાર નિયામક SEBI પાસે રેડ હેયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) દાખલ કર્યું છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝે સોમવારે શેરબજારને આપેલ જાણકારીમાં IPO અંગેની જાહેરાત કરી છે.
કંપની 4,500 કરોડ રૂપિયાનો IPO લાવશે
શેરબજાર નિયામક SEBIને આપેલ જાણકારીમાં અદાણી એન્ટરપ્રાઈઝે કહ્યું કે શેરબજારના લિસ્ટીંગમાં અદાણી વિલ્મર લિમિટેડ (AWL)ના નવા ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ સામેલ હશે. અદાણી વિલ્મર લિમિટેડ રૂ. 4,500 કરોડના નવા ઈક્વિટી શેર જાહેર કરવા જઈ રહી છે.
નવા યૂનિટ સ્થાપિત કરવા માટે ફંડનો ઉપયોગ કરવામાં આવશે
અદાણીએ કહ્યું કે IPOના માધ્યમથી જે પણ રકમ એકત્ર કરવામાં આવશે, તેની મદદથી અદાણી વિલ્મર લિમિટેડના કારોબાર માટે મૂડીગત ખર્ચ માટે ઉપયોગ કરવામાં આવશે. અદાણી વિલ્મર લિમિટેડની મેન્યુફેક્ચરિંગ સુવિધાની ક્ષમતા વધારવા અને યૂનિટ સ્થાપિત કરવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ દેવાની ચૂકવણી, રણનૈતિક રોકાણ અને સામાન્ય કોર્પોરેટના ઉદ્દેશ્ય માટે પણ આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.
2027 સુધીમાં દેશની સૌથી મોટી ફૂડ કંપની બનવાનો ટાર્ગેટ
કંપની માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરીને IPOની મદદથી વેલ્યૂ વધારવા ઈચ્છે છે. જો કંપની લિસ્ટ થઈ જશે તો અદાણી ગ્રુપની લિસ્ટ થનાર આ સાતમી કંપની હશે. અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 5 કંપનીઓની માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડથી અધિક છે. Adani Wilmarનો વર્ષ 2027 સુધીમાં દેશની સૌથી મોટી ફૂડ કંપની બનવાનો ટાર્ગેટ છે.
" isDesktop="true" id="1120695" >
Adani Wilmar, અદાણી ગ્રુપ અને સિંગાપોરની કંપની વિલ્મરનું જોઈન્ટ વેન્ચર છે. આ જોઈન્ટ વેન્ચરની સ્થાપના વર્ષ 1999માં થઈ હતી. અદાણી વિલ્મર પાસે ફોર્ચ્યુન જેવા ખાદ્યતેલની બ્રાન્ડ છે. કંપની ખાદ્યતેલની સાથે બાસમતી ચોખા, લોટ, મેંદો, સોજી, દાળ અને બેસનનું ઉત્પાદન પણ કરે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર