20p Undated Coin Earn Money: અનેકવાર ભૂલથી થયેલું કામ પણ ફાયદો કરાવી શકે છે. કંઈક આવું જ થયું એક 20 પૈસાના સિક્કા સાથે. જે શખ્સની પાસે આ સિક્કો હતો, તેણે જ્યારે તેને ધ્યાનથી જોયો તો જાણવા મળ્યું કે તેની પર તારીખ (20p Undated Coin) જ નથી લખેલી. પછી જ્યારે સિક્કાને ઓનલાઇન બિડિંગ સાઇટ (Online Bidding Site) પર મૂકવામાં આવતા જ તેની (Coin Having Minting Error) બોલી અસલ કિંમતથી હજારો ગણી વધુ લાગી..
સામાન્ય રીતે આપણે કોઈ પણ સિક્કા (Coins)ને જોઈએ છીએ તો તેમાં કેટલાક નિશાનોની સાથોસાથ સિક્કા કયા વર્ષમાં (Coin with Minting Year) બહાર પાડવામાં આવ્યો તેની પણ વિગત લખેલી હોય છે. જો એવું ન થયું હોય તો સિક્કા માર્કેટમાં પરેશાની થાય છે. સિક્કો વર્ષ 2008માં બહાર પડ્યો છે, પણ તેમાં વર્ષનો ઉલ્લેખ નથી. એવામાં સિક્કો જે શખ્સની પાસે પહોંચ્યો, તેને ચલાવવાનો પ્રયાસ કરવાને બદલે ઓનલાઇન બિડિંગ સાઇટ ebay પર મૂકી દીધો.
સિક્કાને વેચનારા શખ્સનું કહેવું છે કે સિક્કો બહાર પાડતી વખતે તેમાં તારીખનો ઉલ્લેખ (Coin Having Minting Error) કરવાનો રહી ગયો છે. 20 પૈસાનો આ સિક્કો બજારમાં પણ ઉતરી ગયો. એક શખ્સે આ સિક્કો જોઇને તેને ebay પર મૂકવાનો આઇડિયા આપ્યો. તેણે તેને ઓનલાઇન બિડિંગ (Online Bidding Site) માટે મૂક્યો તો ખરીદનારા લોકોની લાઇન લાગી ગઈ. ઓગસ્ટ મહિનામાં ઓનલાઇન બિડિંગ માટે મૂકવામાં આવેલા આ સિક્કા પર 16 લોકોએ બોલી લગાવી. 10 દિવસ સુધી ઓક્શન માટે અવેલેબલ રહ્યા બાદ તેની ડીલ 56 યૂરો એટલે કે 6000 રૂપિયામાં થઈ.
Royal Mint તરફથી બહાર પાડવામાં આવેલા આ સિક્કાઓમાં અનેકવાર આવું પણ થાય છે કે સિક્કો બહાર પાડવાનું વર્ષ બીજી સાઇડ પર લખવામાં આવે છે કે પછી તેનું સ્થાન બદલાતું રહે છે. જોકે, તારીખ ન હોવાથી તે દુર્લભ થઈ જાય છે. આ પહેલા પણ ડબલ મિંટેડ કોઈન એટલે કે બે સિક્કા ભૂલથી ચોંટી જવાના કારણે એક મોટો સિક્કો બહાર પડ્યો હતો. EBAY પર આ સિક્કાની કિંમત 253 યૂરો એટલે કે લાખોમાં લાગી હતી. અનેકવાર આવા સિક્કાની કિંમત ઓનલાઇન બિડિંગમાં 50 લાખ સુધી ખેંચાઈ જાય છે અને તેને વેચનારને મોટો ફાયદો થઈ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર