Home /News /business /

Business idea: નોકરી સાથે શરૂ કરો આ વ્યવસાય, થશે કરોડો રૂપિયાની આવક

Business idea: નોકરી સાથે શરૂ કરો આ વ્યવસાય, થશે કરોડો રૂપિયાની આવક

ચંદનની ખેતીમાં લાખોની કમાણી

Sandalwood Cultivation: ચંદન (Sandalwood)નો રોપો કોઈ પણ સારી નર્સરીમાં 100 રૂપિયાથી 150 રૂપિયામાં મળશે. ચંદનનો છોડ એક પરોપજીવી છે, એટલે કે તે જમીનમાં જ ટકી શકતો નથી. તેને ટકી રહેવા માટે કોઈના ટેકાની જરૂર પડે છે.

    નવી દિલ્હી: આજના સમયમાં જેમ બને તેમ વધુ કમાણી (Earn money) થાય તેવા પ્રયાસો મોટાભાગના લોકો કરે છે. લોકો પૈસા કમાવવા માટે નોકરી, ઓવરટાઈમ કે પછી નાના મોટા બિઝનેસ (Business) કરતા જોવા મળે છે. ત્યારે આજની સ્થિતિમાં ભરપૂર આવક આપતા ક્ષેત્રમાં ખેતીનો સમાવેશ પણ થઈ ચૂક્યો છે. ખેતી (Farming) દ્વારા પણ હવે બમ્પર કમાણી (Bumper income) કરી શકાય છે. અહીં સારી કમાણી કરવા માંગતા લોકો માટે આઈડિયા (New business Idea) આપવામાં આવ્યો છે. જેના થકી તમે લાખો રૂપિયા આરામથી કમાઈ શકો છો. બિઝનેસ કરવાના પ્લાનિંગ (Business planning) સાથે રોકાણ કરવું વધુ સારું છે. આ ધંધામાં ઓછી મહેનતથી વધુને વધુ નફો કમાવવાની સંભાવના છે.

    અહીં ચંદનની ખેતી (sandalwood cultivation) અંગે જાણકારી આપવામાં આવી છે. ચંદનના લાકડાની દેશ-વિદેશમાં ખૂબ માંગ છે. ચંદનના લાકડાની ખેતીમાં તમે જે ખર્ચ કરશો તેના કરતા અનેક ગણા વધુ સારી કમાણી કરશો. આ વ્યવસાય એક લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. આજે અમે તમને ચંદનની ખેતી વિશે જણાવી રહ્યા છીએ.

    ચંદનની ખેતી કેવી રીતે કરવી?


    ચંદનના ઝાડને બે રીતે તૈયાર કરી શકાય છે. પ્રથમ ઓર્ગેનિક ખેતી (organic farming)થી અને બીજું પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે. ચંદનના વૃક્ષોને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં 10થી 15 વર્ષ જેટલો સમય લાગે છે અને સાથે જ પરંપરાગત રીતે વૃક્ષ તૈયાર કરવામાં 20થી 25 વર્ષ જેટલો સમય લાગે છે. તેને પહેલા 8 વર્ષ સુધી કોઈ બાહ્ય સુરક્ષાની જરૂર નથી. ત્યાર બાદ તેમાંથી સુંગધ આવે છે. જેથી ચંદનના ઝાડ ગુપ્ત રીતે કાપી નાંખવામાં આવે તેવી ભીતિ રહે છે. તેથી સંપૂર્ણપણે તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તમારે ચંદનના ઝાડને પ્રાણીઓ અને અન્ય લોકોથી ત્યાં સુધી રાખવું પડશે. તેના વૃક્ષો રેતાળ અને બરફીલા વિસ્તારો સિવાય બધે જ ઉગાડવામાં આવે છે.

    આ પણ વાંચો: સરકારની મદદથી શરૂ કરો પાર્લરનો બિઝનેસ, મહિને થશે લાખોની કમાણી

    ક્યાં થાય છે ઉપયોગ?


    ચંદન (Sandalwood)નો ઉપયોગ ઢગલાબંધ વસ્તુઓમાં થાય છે. તેનો સૌથી વધુ ઉપયોગ પરફ્યૂમ બનાવવામાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક દવા બનાવવા માટે પણ થાય છે.

    આ પણ વાંચો: આ બિઝનેસ તમને બનાવી દેશે કરોડપતિ, સરકાર પણ આપી રહી છે Subsidy

    કેટલી થશે કમાણી?


    ચંદન (Sandalwood)નો રોપો કોઈ પણ સારી નર્સરીમાં 100 રૂપિયાથી 150 રૂપિયામાં મળશે. ચંદનનો છોડ એક પરોપજીવી છે, એટલે કે તે જમીનમાં જ ટકી શકતો નથી. તેને ટકી રહેવા માટે કોઈના ટેકાની જરૂર પડે છે. એટલે કે તેની સાથે હોસ્ટ પ્લાન્ટની જરૂર પડે છે. આ હોસ્ટ પ્લાન્ટ 50-60 રૂપિયામાં આવે છે. વૃક્ષ ઉગે એટલે ખેડૂત તેમાંથી દર વર્ષે 15-20 કિલો લાકડું સરળતાથી કાપી શકે છે. બજારમાં આ લાકડું લગભગ 30 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાય છે. આવી રીતે તમે કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો.
    First published:

    Tags: Business, Business Ideas, Investment, કૃષિ, ખેતી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन