નેચરલ પ્રોડક્ટ અને દવાઓનું બજાર એટલું મોટું છે કે તેના માટે કામમાં લેવામાં આવતી કુદરતી વસ્તુઓની હંમેશા માંગ રહે છે. તો શું મેડિસિનલ પ્લાન્ટની ખેતીના બિઝનેસમાં નસીબ અજમાવવું જોઈએ? આવી ખેતીમાં ખર્ચ ખૂબ નજીવો આવે છે પરંતુ વળતર લાંબા સમય સુધી અને વધારે મળે છે. મેડિસિનલ પ્લાન્ટની ખેતી માટે બહુ મોટાં મોટાં ખેતરની પણ જરૂર નથી. આ માટે તમે ખેતરને ભાડે પણ લઈ શકો છો. આજકાલ અનેક કંપનીઓ કોન્ટ્રાક્ટ પર ઔષધિઓની ખેતી પણ કરાવી રહી છે. આવી ખેતી શરૂ કરવા માટે તમારે અમુક રકમની જરૂર પડશે, પરંતુ તેનાથી કમાણી લાખોમાં થાય છે.
મોટાભાગના હર્બલ પ્લાન્ટ જેવા કે તુલસી, જેઠીમધ એલોવિરા, આર્ટિમિસિયા અન્નુઆ (સ્વીટ વોર્મવૂડ) ઝડપથી તૈયાર થઈ જાય છે. આમાંથી અમુક રોપાઓને નાનાં નાનાં કુંડાઓમાં પણ ઉગાડી શકાય છે. આજકાલ દેશમાં અનેક એવી કંપનીઓ છે જે પાક તૈયાર થઈ જવા સુધીનો કોન્ટ્રાક્ટ કરે છે. આવા કોન્ટ્રાક્ટમાં આવકની પણ ગેંરેટી આપવામાં આવતી હોય છે.
પ્રતિકાત્મક તસવીર
ત્રણ મહિનામાં ત્રણ લાખની કમાણી
સામાન્ય રીતે તુલસીને ધાર્મિક બાબતો સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ મેડિસિનલ ગુણો ધરાવતી તુલસીની ખેતી કરીને તેમાંથી કમાણી કરી શકાય છે. તુલસીના અનેક પ્રકાર છે. તુલસીમાં યૂઝીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે. આના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે. એક હેક્ટર જમીન પર જ તુલસી ઉગાડવામાં આવે તો તેના માટે ફક્ત રૂ. 15 હજાર જેટલો ખર્ચ આવે છે, પંરતુ ત્રણ મહિના પછી જ્યારે તે તૈયાર થઈ જાય છે ત્યારે તે રૂ. 3 લાખની કમાણી કરી આપે છે.
પતંજલિ, ડાબર, વૈધનાથ વગેરે આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ તુલસીની કોન્ટ્રાક્ટ ખેતી કરાવે છે. આ કંપનીઓ તમારા તૈયાર પાકની ખરીદી કરી લે છે. તુલસીના બીજ અને તેલનું પણ મોટું માર્કેટ છે. દરરોજ નવા ભાવ પર તુલસીનું તેલ અને બીજ વેંચવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર