Home /News /business /

Paytm Cash Online: એડ જોઈને અને સર્વેમાં ભાગ લઈને મેળવો ફ્રી Paytm કેશ, જાણો કેવી રીતે

Paytm Cash Online: એડ જોઈને અને સર્વેમાં ભાગ લઈને મેળવો ફ્રી Paytm કેશ, જાણો કેવી રીતે

ઓનલાઈન પેટીએમ કેશની કમાણી કરી શકો છો અને તમારી બચતમાં વધારો પણ કરી શકો છો (પ્રતિકાત્મક તસવીર)

Business News - તમે કંઈપણ કર્યા વગર ઓનલાઈન પેટીએમ કેશની (Paytm Cash Online)કમાણી કરી શકો છો

તમે કંઈપણ કર્યા વગર ઓનલાઈન પેટીએમ કેશની (Paytm Cash Online)કમાણી કરી શકો છો. ભારતમાં સૌથી વધુ પેટીએમ એપ્લિકેશનનો (Paytm Application)ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ પ્રકારના બિલની ચૂકવણી તથા અન્ય ટ્રાન્ઝેક્શન પેટીએમથી (Paytm)કરવામાં આવી રહ્યા છે. અનેક લોકોને ઓનલાઈન પેટીએમ કેશની કમાણી કરવાની અલગ અલગ પદ્ધતિ વિશે માહિતી નહીં હોય. અહીં ઓનલાઈન પેટીએમ કેશની કમાણી કરવાની અલગ અલગ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી છે. જેનાથી તમે ઓનલાઈન પેટીએમ કેશની કમાણી કરી શકો છો અને તમારી બચતમાં વધારો પણ કરી શકો છો.

CashNGifts

આ વેબસાઈટનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન પેટીએમ કેશની કમાણી કરી શકો છો. તમે ફ્રેન્ડ્સ રેફરલ, અટેન્ડીંગ સર્વે, અવેલેબલ ઓફરનો ઉપયોગ કરીને પેટીએમ કેશ જીતી શકો છો. આ વેબસાઈટનો ઉપયોગ કરીને તમે પેટીએમ કેશબેક (Paytm cashback), 130 પોઈન્ટ્સ અથવા જે પણ રકમ હોય તેના 15% આ બે માંથી જે ઓછું હશે તે તમને આપવામાં આવશે. આ વેબસાઈટ પર અનેક કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લઈને તમે બોનસ જીતી શકો છો.

લુડો (Ludo)

તમે સ્માર્ટફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરીને સરળતાથી કેશબેક મેળવી શકો છો. ફેસબુક આઈડી અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને સાઈન અપ કરવાનું રહેશે. આ એપમાં એડ જોઈને, વીડિયો જોઈને અથવા કન્ટેન્ટ શેર કરીને તમે પૈસા મેળવી શકો છો. તમે જે પણ કાર્ય કરો છો તેના માટે તમને ઈનામ તરીકે નક્કી કરેલ Paytm કેશબેક આપવામાં આવશે. Paytm કેશબેકથી તમે રિચાર્જ કરાવી શકો છો અથવા તે રકમ Paytm વોલેટમાં ટ્રાન્સફર કરી શકાય છે. તમે જે પણ રકમ કમાઈ તે તમે ટ્રાન્સફર કરશો ત્યારે ફી તરીકેની 10% રકમ કાપી લેવામાં આવશે.

આ પણ વાંચો - Credit score: ક્રેડિટ સ્કોર કઈ રીતે વધારી શકાય? આ ટીપ્સનો ઉપયોગ કરો

પોકેટ મની (Pocket Money)

પોકેટ મની દ્વારા એમેઝોન એપ ઇન્સ્ટોલ કરવાથી તમે રૂ. 80 સુધીની રકમ જીતી શકો છો. વધારાનું દૈનિક બોનસ મેળવવા માટે તમારે રેગ્યુલર આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપ્લિકેશનથી જે પણ રકમ કમાવામાં આવશે, તેમાંથી ફીની રકમ બાદ કર્યા બાદ તે રકમ તમે Paytm વૉલેટમાં ટ્રાન્સફર કરી શકો છો. તમે તે રકમનો ઉપયોગ રિચાર્જ માટે, બિલની ચૂકવણી કરવા માટે તથા અન્ય ટ્રાન્ઝેક્શન માટે કરી શકો છો.

કેશ પાન્ડા (Cash Panda)

તમે વીડિયો જોઈને, સર્વે ફોર્મ ભરીને, એડ જોઈને તથા અન્ય ટાસ્ક કમ્પલિટ કરીને તમે કેશ પાન્ડાથી પૈસાની કમાણી કરી શકો છો. તમે Paytm કેશ Paytm વૉલેટમાં ટ્રાન્સફર કરી શકો છો. ફ્લિપકાર્ટ જેવી અનેક એપ્લિકેશન છે, જેના પર કેશ પાન્ડા તમને 400 પોઈન્ટ કમાવવાની તક આપવામાં આવે છે. PhonePeથી તમે 150 પોઈન્ટ મેળવી શકો છો. 1 પોઈન્ટને 1 રૂપિયા સમાન ગણવામાં આવે છે.

ઈન્સ્ટાકેશ (InstaCash)

ઈન્સ્ટાકેશ પરના કેટલાક ટાસ્ક પૂર્ણ કરીને તમે કેશબેક મેળવી શકો છો. આ એપ ઈન્સ્ટોલ કરીને તમારે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. તમામ ટાસ્ક પૂર્ણ કરીને તમે રૂ. 4 મેળવી શકો છો. તમારે ઓછામાં ઓછા 5 મિત્રોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઈનવાઈટ કરવાના રહેશે. આ એપ ઈન્સ્ટોલ કરીને તમે 2 રેફરલ પોઈન્ટ મેળવી શકો છો. જે રેફરલ કરવા માટે ઓછામાં ઓછા 250 પોઇન્ટ્સ હોવા જરૂરી છે.

આ પણ વાંચો - હવે સીધી તમારા બેંક એકાઉન્ટમાં આવશે Electricity સબસિડી! જાણો શું છે સરકારનો પ્લાન

ડેટાબડી (Databuddy)

ડેટાબડી એપ્લિકેશનની મદદથી તમે પેટીએમ કેશબેક મેળવી શકો છો. તમારે આ એપ્લિકેશન તમારા ફ્રેન્ડને રિફર કરવાની રહેશે. જેનાથી તમે રૂ. 5 કમાઈ શકો છો. જો તમારો ફ્રેન્ડ આ એપ્લિકેશનથી પહેલું રિચાર્જ કરાવશો તો તમે રૂ. 10 કમાઈ શકો છો. તમે આ પૈસાનો ઉપયોગ બિલની ચૂકવણી માટે અથવા મોબાઈલ રિચાર્જ માટે કરી શકો છો.

શેર ઈટ (Share It)

ફોટો અને વીડિયો ટ્રાન્સફર કરતી શેર ઈટ એપ્લિકેશન યૂઝ કરવા માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂરિયાત રહે છે. શેર ઈટ એપ્લિકેશને ટ્રિવિયા ગેમની શરૂઆત કરી છે. આ ગેમથી તમે રૂ. 4 લાખ અથવા તેનાથી વધુ રકમ કમાઈ શકો છો.

ટાસ્કબક્સ (TaskBucks)

આ એપ્લિકેશનમાં નિયમિત ટાસ્કમાં ભાગ લેવાથી અને તમારા મિત્રને આ એપ્લિકેશન રિફર કરવાથી તમે ફ્રી માં મોબાઈલ રિચાર્જ જીતી શકો છો. તમે તે પૈસા Paytm wallet માં ટ્રાન્સફર કરી શકો છો.

ડ્રિમ 11 (Dream 11)

જો તમને રમત રમવી ગમવી હોય, તો આ એપ્લિકેશનની મદદથી તમે Paytm cash કમાઈ શકો છો. આ એપમાં રજિસ્ટ્રેશન કરીને ઈમેલ આઈડી, ફોન નંબર અને પાન નંબર જેવી વિગતો ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરવાથી તમને રૂ. 250 નું જોઈનિંગ બોનસ આપવામાં આવે છે. પ્રતિ વેલિડ રેફરલથી તમે રૂ. 50ની કમાણી કરી શકો છો. આ એપ્લિકેશનમાં ક્રિકેટ અથવા ફૂટબોલ જેવી ગેમ રમીને જીતવાથી તમે રૂ. 50ની કમાણી કરી શકો છો.

જિની રિવોર્ડ્સ (Genie Rewards)

આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ફ્રી કેશ મેળવી શકો છો. આ એપ્લિકેશનમાં કેટલાક વીડિયો જોઈને અથવા એડ જોઈને, સર્વેમાં ભાગ લઈને તમે ફ્રી પોઈન્ટ્સ મેળવી શકો છો. આ એપ્લિકેશન તમારા મિત્રોને રિફર કરીને પણ તમે કેશબેક મેળવી શકો છો.

ફ્રિઝા (Frizza)

અન્ય એપ્લિકેશનની જેમ આ એપ્લિકેશન તમારા મિત્રને રિફર કરીને રેફરલ બોનસ મેળવી શકો છો. તમારે તમારા ફ્રેન્ડને રેફરલ કોડ શેર કરવાનો રહેશે. એકવાર રિચાર્જની પ્રોસેસ પૂરી થયા બાદ તમે અને તમારો મિત્ર બંને રેફરલ રકમ મેળવી શકો છો.

રોઝધાન (Rozdhan)

એકવાર આ એપ્લિકેશનમાં સાઈનઅપ કરીને 09BZ0Q આ કોડ દાખલ કરવાથી તમે રૂ. 25 કમાઈ શકો છો. આ એપ્લિકેશનમાં તમે કોઈન્સ કમાઈ શકો છો, જે બાદમાં કેશમાં ટ્રાન્સફર થઈ જાય છે. તમે આ રકમનો ઉપયોગ રિચાર્જ માટે કરી શકો છો અથવા પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરી શકો છો. આ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરવાથી તમે વધુ કેશ મેળવી શકો છો.
First published:

Tags: Paytm, બિઝનેસ, બિઝનેસ સમાચાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन