Home /News /business /ખેડૂતો મોટા નફાનો છે મોદી સરકારનો આ પ્લાન, ખેતીથી કમાવાશે લાખો રૂપિયા

ખેડૂતો મોટા નફાનો છે મોદી સરકારનો આ પ્લાન, ખેતીથી કમાવાશે લાખો રૂપિયા

આ મિશન હેઠળ ખેડૂતને વાંસની ખેતી કરવા માટે પ્રતિ છોડ 120 રૂપિયાની સહાયતા પણ મળશે

ખેડૂતોને દેવામાંથી બહાર કાઢી તેમની આવક બે ઘણી કરવાના પ્રયાસમાં જોડાયેલી મોદી સરકારે ખેડૂતો માટે એક અન્ય દાવ રમ્યો છે

ખેડૂતોને દેવામાંથી બહાર કાઢી તેમની આવક બે ઘણી કરવાના પ્રયાસમાં જોડાયેલી મોદી સરકારે ખેડૂતો માટે એક અન્ય દાવ રમ્યો છે. ખેડૂત હવે વાંસની ખેતી કરી કરોડોની કમાણી કરી શકશે. વાંસ કાપવા પર ફોરેસ્ટ એક્ટ નહીં લાગે, જ્યારે કોંગ્રેસના સાશનમાં વાંસ કાપવા પર કાયદો લાગૂ પડતો હતો. એફઆઈઆર થતી હતી. ફોરેસ્ટ અધિકારી અને પોલીસ ખેડૂતોને હેરાન કરતા હતા. જેથી ખેડૂત વાંસ લગાવતા ન હતા. પરંતુ, હવે સરકારે માત્ર નિયમ નથી બદલ્યો પરંતુ તેની મોટા પ્રમાણમાં ખેતી થાય તે માટે રાષ્ટ્રીય બાંબૂ મિશન પણ બનાવ્યું છે. આ મિશન હેઠળ ખેડૂતને વાંસની ખેતી કરવા માટે પ્રતિ છોડ 120 રૂપિયાની સહાયતા પણ મળશે. સરકારની કોશિસ છે કે, ખેડૂત વાંસની ખેતી કરી મોટા લાભ કમાય.

પ્રાઈવેટ જમીન પર નહીં લાગે વન કાયદો પરંતુ...

જાન્યુઆરી 2018માં કેન્દ્ર સરકારે વાંસને ઝાડની કેટેગરીમાંથી હટાવી દીધુ. જોકે, આ માત્ર પ્રાઈવેટ જમીન માટે કરવામાં આવ્યું છે. જે ફોરેસ્ટની જમીન પર વાંચ છે, ત્યાં કાયદો લાગુ પડશે.

પહેલા નક્કી કરો કે, કયા કામ માટે લગાવવા છે વાંસ
સરકારી નર્સરીમાંથી છોડ મફત મળશે. વાંસની 136 પ્રજાતીઓ છે. અલગ-અલગ કામ માટે અલગ અલગ વાંચની જાતી છે. પરંતુ તેમાં 10નો ઉપયોગ સૌથી વધારે થાય છે. જેથી વાંસના છોડની પસંદગી કરવી પડશે. જો ફર્નિચર માટે લગાવી રહ્યા છો તો તે સંબંધિત છોડ પસંદ કરવો પડશે.

આ પણ વાંચો72 કલાકમાં આ વિસ્તારમાં પહોંચી જશે ચોમાસુ, ભારે વરસાદની આગાહી!

કેટલા વર્ષમાં તૈયાર થાય છે ખેતી?
વાંસની ખેતી સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થાય છે. ચોથા વર્ષે કાપણી શરૂ કરી શકાય છે. એક છોડ 3-4 મીટરની દુરી પર લગાવવામાં આવે છે. જેથી તેની વચ્ચેની જગ્યા પર અન્ય ખેતી કરી શકાય છે. તેના પત્તા પશુઓના ચારા માટે પણ વપરાય છે. વાંચ લગાવવાથી ઝાડની કાપણી ઓછી થશે, અને પર્યાવરણની રક્ષા પણ થશે. હાલમાં ભારત મોટાભાગનું ફર્નિચર ચીનથી મંગાવે છે, જેથી ઈમ્પોર્ટ પણ ઓછો કરી શકાશે.

વાંસ


ખેડૂતને કેટલી સરકારી સહાયતા મળશે
ત્રણ વર્ષમાં એવરેજ 240 રૂપિયા પ્રતિ પ્લાંટનો ખર્ચ આવશે. જેમાંથી 120 રૂપિયા પ્રતિ પ્લાંટ સરકારી સહાયતા મળશે. નોર્થ ઈસ્ટને છોડી અન્ય વિસ્તારમાં તેની ખેતી માટે 50 ટકા સરકાર અને 50 ટકા ખેડૂત ખર્ચ ઉઠાવશે. 50 ટકા સરકારના ભાગે જેમાં 60 ટકા કેન્દ્ર અને 40 ટકા રાજ્ય સરકારનો ભાગ રહેશે.

કેટલી થશે કમાણી
જરૂરત અને પ્રજાતીના હિસાબે એક હેક્ટરમાં 1500થી 2500 છોડ લગાવી શકાય છે. જો તમે 3 ગુણા 2.5 મીટરે છોડ લગાવો છો તો, એક હેક્ટરમાં લગભગ 1500 પ્લાંટ લાગશે. સાથે તમે બે છોડની વચ્ચે અન્ય ખેતી પણ કરી શકશો. 4 વર્ષ બાદ 3થી 3.5 લાખ રૂપિયાની કમાણી થવા લગશે. દર વર્ષે રિપ્લાંટેશન કરવાની જરૂરત નથી પડતી. કેમ કે, વાંસનો છોડ 40 વર્ષ સુધી કમાણી કરાવે છે.

આ પણ વાંચોરૂ. 2 લાખ દર મહિને કમાણીનો Hit ફોર્મ્યૂલા , શરૂ કરો આ બિઝનેસ

વાંસથી શું બનાવી શકો છો તમે
વાંસ કન્સ્ટ્રક્શનના કામમાં આવી રહ્યું છે. તમે તેનાથી ઘર પણ બનાવી શકો છો. પ્લોરિંગ કરી શકો છો. ફર્નિચર બનાવી શકો છો. હેન્ડીક્રાફ્ટ અને જ્વેલરી બનાવી કમાણી કરી શકો છો. વાંસની હવે સાઈકલ પણ બનવા લાગી છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓનો દાવો છે કે, સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, રૂડકીએ વાંસને કન્સ્ટ્રક્શનના કામમાં લાવવાની મંજૂરી આપી દીધી છે. હવે શેડ નાખવા માટે સિમેન્ટની જગ્યાએ વાંસની સીટો પણ તૈયાર કરવામાં આવી રહી છે.
First published:

Tags: Doing, Narendra modi government, ખેડૂતો, ગૂડ ન્યૂઝ