આવી રીતે પ્લાનિંગ કરશો તો પાંચ વર્ષમાં રિટર્ન મળશે રૂપિયા 15 લાખ

એક એપ્રિલથી શરૂ થયેલા નવા નાણાકિય વર્ષમાં રોજના 500 રૂપિયાનું રોકાણ કરી મેળવો 5 વર્ષમાં રૂપિયા 15 લાખ

News18 Gujarati
Updated: April 17, 2019, 9:18 AM IST
આવી રીતે પ્લાનિંગ કરશો તો પાંચ વર્ષમાં રિટર્ન મળશે રૂપિયા 15 લાખ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 17, 2019, 9:18 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આગામી પાંચ વર્ષમાં આપના પરિવારને જો કોઈ મોટી રકમની જરૂરિયાત હોય તો તેનું પ્લાનિંગ આજથી કરવું અનિવાર્ય છે. બાળકોના ઉચ્ચ શિક્ષણની ફીથી લઈને ઘર ખરીદવાના પ્લાનિંગ માટે નાણા જોતરવાનું કામ મુશ્કેલ નથી. એક્સપર્ટના મતે સુરક્ષિત ભવિષ્ય માટે યોગ્ય દિશામાં નાણાકીય રોકાણ કરવામાં આવે તો ચોક્સ વળતર મળે છે. કેપિટલ માર્કેટમાં નાણાકીય રોકાણના અનેક વિકલ્પો છે, જેમાંથી એક વિકલ્પ છે SIP જેના દ્વારા મ્યૂચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે

મ્યૂચ્યુઅલ ફન્ડ શા માટે? : ડોમેસ્ટિક શેર બજાર હાલમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે જેના કારણે બજારમાં અનેક નવા મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ કાર્યરત છે. આ મ્યુચ્યુઅલ ફન્ડએ લોન્ચ થયા પછી કે પાછલાં 15-20 વર્ષમાં 20 ટકા કરતાં વધુ રિટર્ન આપ્યું છે. જે રોકાણકાર થોડું જોખમ લેવા માંગતા હોય તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે રોકાણ 5 વર્ષ માટે કરો તો તેમાં બજારના જોખમો પણ સમાવિષ્ટ થઈ જાય છે.

5 વર્ષમાં 15 લાખ : નાણાકીય સંસ્થા એસ્કોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલ કહે છે કે સારા ઇક્વિટી ફન્ડમાં તમારે દર મહિને  રૂપિયા 15 હજારનું રોકાણ કરવાનું રહેશે.  તમારે 5 વર્ષ માટે રોજના રૂપિયા 500નું રોકાણ એસઆઈપીમાં કરવાનું રહેશે. જો 16 ટકાના અંદાજિત રિટર્ન દરે તમને નાણા મળે તો પણ 5 વર્ષમાં રૂપિયા 9 લાખના રોકાણ પર રૂપિયા 16 લાખનું વળતર મળશે.

જોખમ : આસિફ ઇકબાલ કહે છે કે મ્યુચ્યુઅલ ફન્ડમાં નાણાનું રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ છે. દર મહિને થોડું થોડું રોકાણ કરવાથી સારૂ ફન્ડ તૈયર થાય છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં ઓછું જોખમ છે. જો તમે તમામ પૈસા કોઈ એક કંપનીમાં રોકી દો અને તે ડુબી જાય તો તમારા પૈસા પણ જુબું છે. મ્યુચ્યુઅલ ફન્ડનો ફાયદો એ છે કે તમારા પૈસા અલગ અલગ કંપનીઓમાં જાય છે. એટલે કે જુદા જુદા શેર અને બોન્ડમાં રોકાણ થાય છે. એનો ફાયદો એ છે કે જો કોઈ એક કંપનીમાં પૈસા ડૂબી જાય તો અન્ય જગ્યાએ સુરક્ષિત રોકાણ કરી શકાય છે.
First published: April 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...