Home /News /business /નવો જમાનો આવ્યો! સાયકલની જગ્યાએ હવે ભાડે મળશે ઈ-સ્કૂટર, જાણો ક્યાં અને ક્યારે શરૂ થશે આ સુવિધા?
નવો જમાનો આવ્યો! સાયકલની જગ્યાએ હવે ભાડે મળશે ઈ-સ્કૂટર, જાણો ક્યાં અને ક્યારે શરૂ થશે આ સુવિધા?
હવે ભાડે મળશે ઈલેક્ટ્રોનિક સ્કૂટર
ઈ-સ્કૂટર આવવા-જવાના ખર્ચથી લઈને પર્યાવરણ બંને પ્રમાણે ઘણું જ ફાયદાકારક છે. જો કે, તેની કિંમત પેટ્રોલ ડીઝલથી ચાલનારા વાહનના પ્રમાણે વધારે હોવાના કારણે હજુ તે સામાન્ય લોકોથી દૂર છે. તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે.
નવી દિલ્હીઃ ઈ-સ્કૂટર આવવા-જવાના ખર્ચથી લઈને પર્યાવરણ બંને પ્રમાણે ઘણું જ ફાયદાકારક છે. જો કે, તેની કિંમત પેટ્રોલ ડીઝલથી ચાલનારા વાહનના પ્રમાણે વધારે હોવાના કારણે હજુ તે સામાન્ય લોકોથી દૂર છે. તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. મુખ્ય મંત્રી, અરવિંદ કેજરીવાલના પ્રમાણે, તેનાથી ઘણા એવા લોકો છે જેમને એક સસ્તો વિકલ્પ મળશે, જેને મેટ્રો કે બસથી ઉતરીને પોતાના રહેઠાણ સુધી દૂર પોતાના ઘરે જવાનું હોય છે.
શું છે સરકારનો પ્લાન
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, દિલ્હી સરકાર દ્વારકા વિસ્તારમાં એક પાયલટ યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે. આમાં 250 સ્થળોએ સરકાર 1500 નવા ઈસ્કૂટર ઉપલબ્ધ કરાવશે. દિલ્હીમાં રહેનારા લોકો આ સ્થળોએથી ઈ-સ્કૂટર ભાડે લઈ શકશે અને પોતાના ઘર કે મેટ્રો સ્ટેશન કે ઓફિસની પાસે ઉપલબ્ધ આવા જ બીજા સ્થળે સ્કૂટરને જમા કરાવી શકશે. મુખ્યમંત્રીના પ્રમાણે, આ ઈ-સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર 60 કિમી ચાલશે. આ સ્કૂટરની બેટરીને સ્થળોએ બદલી શકાશે.
એક વર્ષની અંદર 250 સ્થળોએ 1500 સ્કૂટર સેવા માટે મૂકાશે
મુખ્યમંત્રીના પ્રમાણે, ઈ-સ્કૂટર માટે ટેન્ડર નીકાળવામાં આવશે અને કરાર પર હસ્તાક્ષર હોવા પર 4 મહિનાની અંદર પહેલા 100 સ્થળોએ 500 ઈ-સ્કૂટર સેવા માટે ઉપલબ્ધ થઈ જશે. ત્યારબાદ 8 મહિનામાં કુલ 200 સ્થળોએ 1000 સ્કૂટર અને એક વર્ષની અંદર 250 સ્થળોએ 1500 સ્કૂટર સેવા માટે મૂકાશે. આ સ્કૂટર ક્ષેત્રીની તે જગ્યાઓ પર ઉપલબ્ધ કરવામાં આવશે જ્યાં લોકોની અવર-જવર વધારે હોય છે. આમાં મેટ્રો સ્ટેશન મોલ વગેરે સામેલ છે.
હાલ તો દિલ્હી સરકારે તે નથી જણાવ્યું કે, આમાં કેટલું ભાડૂ ચૂકવવાનું રહેશે, જો કે મુખ્યમંત્રીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ તે કંપનીને મળશે જે સૌથી ઓછી કિંમતમાં સેવા ઓફર કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર