IT રિફંડ મેળવવાની નવી રીત, સીધા ખાતામાં આવશે પૈસા

IT રિફંડ મેળવવાની નવી રીત

નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જો તમે IT રિટર્ન ભરી રહ્યાં છો તો તમારે આ કામ પહેલાં કરી લેવું જોઇએ. કેમ કે, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માત્ર ઇ-રિફંડ આપી રહ્યું છે. એટલે રિફંડ સીધું જ ટેક્સપેયર્સના બેંક ખાતામાં મોકલાઇ રહ્યું છે. એસેસમેન્ટ ઇયર 2019-20 માટે IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2019 છે.

    બેંક ખાતા સાથે PAN લિંક કરો- ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની એડવાઇઝરી પ્રમાણે, ટેક્સ રિફંડ મેળવવા માટે ટેક્સપેયર્સે તેમના બેંક ખાતાને PAN સાથે લિંક કરવું પડશે. જો તમે તમારું બેંક એકાઉન્ટ PAN સાથે લિંક નતી કર્યું તો ઇનકમ ટેક્સની વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in પર જઇને ખાતાને પાન સાથે લિંક કરી શકો છો.

    સુરક્ષિત મળશે રિફંડ- આનાથી ટેક્સપેયર્સને ટેક્સ રિફંડ સીધું બેંક ખાતામાં મળી જશે, જે સુરક્ષિત છે. હાલ, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સને રિફંડ તેમના બેંક ખાતા અથવા બેંક પે ચેક દ્વારા કરે છે.

    ITR ફોર્મમાં થયા ફેરફાર

    એસેસમેન્ટ ઇયર 2019-20 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મમાં ફેરફાર થયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટેક્સપેયર્સ પાસેથી રિટર્ન ફોર્મમાં વધુ માહિતી માગવામાં આવી છે. આ માહિતીમાં ટેક્સપેયર્સની ભારતમાં નિવાસના દિવસોની સંખ્યા, અનલિસ્ટેડ શેરોની હોલ્ડિંગ અને TDS હોવા પર ભાડુઆતનું PAN જેવી નવી માહિતી માગવામાં આવી છે.

    આ પણ વાંચો: Jet Airwaysનાં યાત્રીઓ માટે Air India આપશે ખાસ ઓફર!

    ITR-1માં આવશે આ લોકો

    કોઇપણ ભારતીય નાગરિક જેની કુલ ઇનકમ 50 લાખ રૂપિયા સુધી છે, તો તે આમાં આવશે. આ આવક સેલરી ઇનકમ હોઇ શકે છે, હાઉસ પ્રોપર્ટી અથવા કોઇ ઇન્ય આવક સ્ત્રોત હોઇ શકે છે. ઉપરાંત એગ્રીકલ્ચર ઇનકમ 5 હજારથી વધુ ન હોવી જોઇએ. જો તમારી પાસે કોઇ પણ બિઝનેસ ઇનકમ છે, તો તમે ITR-1 હેઠળ નહીં આવો. પછી ભલે તમે સેલરીડ છો અને તમારી આવક 50 લાખ રૂપિયાની નીચે હોય. જો તમારી પાસે કોઇ કેપિટલ ગેન છે અથવા તમારી કોઇ સંપત્તિ દેશની બહાર છે, તો પણ તમે આ ફોર્મ હેઠળ નહીં આવો.
    Published by:Azhar Patangwala
    First published: