E-commerce portal ભારત માર્કેટનો લોગો થયો લૉન્ચ, ડિસેમ્બરથી 24 કલાક ખુલશે ઇ-શૉપ્સ

News18 Gujarati
Updated: October 30, 2020, 8:50 PM IST
E-commerce portal ભારત માર્કેટનો લોગો થયો લૉન્ચ, ડિસેમ્બરથી 24 કલાક ખુલશે ઇ-શૉપ્સ
ભારત માર્કેટ Logo

શુક્રવારે પોર્ટલનો લોગો (Logo) લોન્ચ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર સુધીમાં પોર્ટલ પૂર્ણરૂપે શરૂ થવાની સંભાવના છે. પોર્ટલની ટેગલાઇન "મારા માટે, મારા દેશ માટે" રાખવામાં આવી છે.

  • Share this:
ટૂંક સમયમાં દેશનું પ્રથમ ઈ-કોમર્સ પોર્ટલ (E-commerce Portal, ભારત માર્કેટ, શરૂ થવા જઈ રહ્યું છે. શુક્રવારે પોર્ટલનો લોગો (Logo) લોન્ચ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર સુધીમાં પોર્ટલ પૂર્ણરૂપે શરૂ થવાની સંભાવના છે. પોર્ટલની ટેગલાઇન "મારા માટે, મારા દેશ માટે" રાખવામાં આવી છે. આ પોર્ટલ દેશના વેપારીઓ માટે દેશની સૌથી મોટી સંસ્થા કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders) શરૂ કરી રહી છે. મહત્વની વાતએ છે કે આ પોર્ટલ પર ચીનમાંથી બનાવેલ કોઈપણ ચીજો વેચવામાં આવશે નહીં. કેટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ પોર્ટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મિશનના વિચારને આચારમાં મૂકવાનું એક પગલું છે.

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, ભારત માર્કેટના લોગોમાં ખાદીની થેલીનો સુંદર બેગ છે તેની પર રંગીન અક્ષરોથી ભારત માર્કેટ લખવામાં આવ્યું છે. આ લોગો પાછળનો ઉદ્દેશ એ છે કે દેશના યુવાનો અને લોકોને તેની સાથે જોડી શકાય. લોગોના બેકડ્રોપમાં ખાદીની જે બેગ જોવા મળે, તે બેગ સદીઓથી ભારતના સામાન્ય માણસ બજાર જતા વખતે વાપરે છે. ભારત માર્કેટનો લોગો ખરેખર ભારતીયતાનું પ્રતીક છે. આ લોગો બ્રાંડિંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રની દેશની ટોચની મોટી કંપનીઓમાંથી એક, આર.કે. સ્વામી બીબીડીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

લોગોની શરૂઆત કરતા સીએટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયાએ જણાવ્યું હતું કે ભારતમાં ઇ-કોમર્સ વ્યવસાયને મજબૂત અને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે વહેલી તકે ઇ-ક કોમર્સ નીતિની ઘોષણા કરવા આવશે. એટલું જ નહીં, એફડીઆઇ નીતિની પ્રેસ નોટ 2 ની અસંગતતાઓ અને અસ્પષ્ટ જોગવાઈઓને દૂર કરીને સરકારે નવી પ્રેસ નોટ જાહેર કરે, જેથી વિદેશી ઇ-ક કોમર્સ કંપનીઓની મનમાની અને નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું રોકી શકાય.

વધુ વાંચો : શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચ

કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશે લોગો લોન્ચિંગ પ્રસંગે એક વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેતા, ભારત માર્કેટને શરૂ કરવાના કેટના નિર્ણયની પ્રશંસા કરી હતી.
વળી તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકલને વોકલ અને આત્મનિર્ભર ભારતને અધિકૃત કરવા માટે આ પગલું ચોક્કસથી એક સીમાચિહ્નરૂપ બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર કોઈપણ ઇ-કોમર્સ કંપનીની મનમાની સહન કરશે નહીં.
Published by: Chaitali Shukla
First published: October 30, 2020, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading