ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકન કંપની અમેઝોન અને વોલમાર્ટને ભારતમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારત સરકારે ઓનલાઇન સેલને લઈને નવા નિયમો લાગૂ કરવાની તારીખને લંબાવવાનો ઇન્કાર કરી દીધો છે. મંત્રાલયે ઇ-કોમર્સ કંપનીઓ તરફથી ગ્રાહકોને મોટું ડિસ્કાઉન્ટ આપવાના વિરુદ્ધમાં સ્થાનિક વેપારીઓ તરફથી દર્શાવવામાં આવેલા વિરોધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આનો સીધો મતલબ એવો થાય છે કે એવી કોઈ પણ શાખા જેના પર ઇ-કોમર્સ કંપની અથવા તેના જૂથની કંપનીનું નિયંત્રણ હોય, અથવા તેમના સ્ટોક પર કંપની અથવા તેમના જૂથની કોઈ કંપનીની ભાગીદારી હોય તો તે શાખા ઓનલાઇન પોતાના ઉત્પાદનોનું વેચાણ નહીં કરી શકે. નવા નિયમોથી સ્થાનિક વેપારીઓને ફાયદો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી નાના વેપારીઓને ખૂબ ફાયદો થશે.
નોંધનીય છે કે ભારતમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ બે મોટી ઓનલાઇન કંપની છે. ફ્લિપકાર્ટની માલિકી અમેરિકન કંપની વોલમાર્ટ પાસે છે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે કોઈ પણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સપ્લાયરને મોટી છૂટ ન આપી શકે. એવામાં કેસબેક, એક્સ્લૂઝિવ સેલ તેમજ પોર્ટલ પર કોઈ એક બ્રાન્ડને લોંચ કરવી, એમેઝોન પ્રાઇમ અથવા ફ્લિપકાર્ટ એશ્યોર્ડ જેવી ડિલ્સ કે પછી કોઈ ખાસ પ્રકારની સેવાઓ આપવા માટે કંપનીઓને મુશ્કેલી પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવા નિયમોને ઉદેશ્ય ઓનલાઇન પ્લેટફોર્મને કોઈ પણ પ્રકારના પક્ષપાતથી મુક્ત કરવાનો રહેલો છે.
ડિસેમ્બરના અંતમાં સરકારે આ નિયમોનો ખુલાસો કર્યો હતો. ઇ-કોમર્સ વેબસાઇટ પર કોઈ એક વેન્ડર કેટલો સામાન વેચી શકે છે, તેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવેથી કોઈ પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઈ પણ સામાને એક્સક્લુઝિવ રીતે નહીં વેચી શકાય.
સરકારે ઇ-કોમર્સ પ્લેટફોર્મનું સંચાલન કરતી કંપનીઓમાં વિદેશી રોકાણની છૂટ આપી છે પરંતુ નિયમ અનુસાર તે કોઈ માલનો સ્ટોક કરીને તેને પોતાનો માલ હોય તેવી રીતે તેનું વેચાણ નહીં કરી શકે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર