તહેવારોના સમયમાં આ કંપની 30 હજાર લોકોને આપી રહી છે નોકરી, કોઇ મોટી ડિગ્રીની જરૂર નથી

તહેવારોના સમયમાં આ કંપની 30 હજાર લોકોને આપી રહી છે નોકરી, કોઇ મોટી ડિગ્રીની જરૂર નથી
પ્રતિકાત્મક તસવીર

સૌરભ દીપ સિંગલાએ કહ્યું કે મહામારીએ ઇ-કૉમર્સ ઉદ્યોગને એક બીજા જ લેવલ પર પહોંચાડી દીધી છે.

 • Share this:
  સામાનની ડિલીવરી સમતે લોજિસ્ટિક સુવિધા ઉપલબ્ધ કરાવતી ઇકૉમ એક્સપ્રેસ આવતા કેટલાક સપ્તાહમાં 30,000 લોકોને તહેવારીના સમયમાં રોજગાર આપવાની યોજના બનાવી રહી છે. (Ecom Express will give jobs to 30,000 people). કંપની ઇ-વેપાર કરતી કંપનીઓથી તહેવારના સમયે વધેલી માંગને પૂરી કરવા માટે નવા લોકોને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. કોવિડ 19 પહેલા કંપનીમાં કર્મચારીઓની સંખ્યા લગભગ 23,000 હતી. કંપનીએ લોકડાઉન પછી વધતા ઓનલાઇન ઓર્ડરને પૂરા કરવા માટે ગત થોડા મહિનાથી 7,500 કર્મચારીઓને નોકરી આપી છે.

  લોકો કોવિડ 19ના આ સમયમાં કરીયાણાં, દવા અને અન્ય વસ્તુઓ માટે ઇ કોર્મર્સ તરફ વળી રહ્યા છે. ઇકોમ એક્સપ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય માનવ સંસાધન અધિકારી સૌરભ દીપ સિંગલાએ પીટીઆઇ-ભાષા કહ્યું છે કે મહામારીએ ઇ-કૉમર્સ ઉદ્યોગને એક બીજા જ લેવલ પર પહોંચાડી દીધી છે. તહેવારના સમયે અમે ઇ વાણિજ્ય ગ્રાહકોની માંગ પૂરી કરવા અને આક્રમક યોજના બનાવી રહ્યા છે. અને આ માટે અમે ભરતી શરૂ કરી દીધી છે.  આ પ્રક્રિયા 10 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. અમે તહેવાર દરમિયાન 30,000 અસ્થાઇ રોજગારને પૂર્ણ કરવાની આશા રાખી રહ્યા છે. કંપનીના કાર્યબળની સંખ્યા ઓગસ્ટમાં 30,500 હતી. તેમણે કહ્યું કે ગત વર્ષે અમે તહેવારો પહેલા 20,000 લોકોને નોકરી પર રાખ્યા હતા. જો કે આ નોકરી કાયમી નથી પણ તેમ છતાં આમાંથી એક તૃતાંશ લોકોને અમે પછી પણ નોકરી પર ચાલુ રાખઅયા હતા કારણ કે તહેવારો પછી પર ઓર્ડરમાં વુદ્ધિ આવી હતી.

  વધુ વાંચો : કોરોનાનો નવો હુમલો, ડેન્ગ્યૂની જેમ દર્દીના પ્લેટલેટ્સ ઓછો કરી રહ્યો છે વાયરસ

  ઇ કોર્મર્સ કંપનીઓનું માનવું છે કે આ વેપારનો સૌથી મોટો ભાગ તહેવાર આવતા, ક્ષમતા વધારવામાં આવી છે. ઓર્ડરને સારું બનાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વાલમાર્ટથી સ્વામિત્વ વાળી ફિલ્પકાર્ટની આર્પૂર્તિ વ્યવસ્થાને સારી કરવા અને ડિલિવરી ક્ષમતાને વધારવા માટે હાલ જ તેને 50,000થી વધુ કરીયાણાંની દુકાનોથી જોડવામાં આવ્યા છે.

  વધુ વાંચો : સુપરનોવાના અવશેષ વાળી આ ખાસ તસવીરો NASAએ કરી શેર, તમે પણ જુઓ

  ત્યાં જ એમેઝોન ઇન્ડિયાએ પાંચ કેન્દ્ર (વિશાખાપટ્ટનમ, ફરુખનગર, મુંબઇ,બેંગલુર અને અમદાવાદ) જોડવાની જાહેરાત કરી છે. સાથે જ હાલના આઠ કેન્દ્રોના વિસ્તારની પણ જાહેરાત કરી છે. સિંગલા કહ્યું કે ઇકોમ એક્સપ્રેસ જે નિયુક્તિ કરશે તે મોટો શહેરોની સાથે નાના શહેરોમાં પણ છે.

  કંપની દેશના દૂરના વિસ્તારમાં પણ સામાનની ડિલિવરી કરવા પર વિચાર કરી રહી છે. આ માટે નાના શહેરોમાં પણ ભરત કરવામાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published:September 14, 2020, 15:37 pm