Home /News /business /Stock Market Today: આજે દશેરા પર બજાર બંધ, જાણો ઓક્ટોબરમાં બીજા ક્યા ક્યા દિવસે રજા?

Stock Market Today: આજે દશેરા પર બજાર બંધ, જાણો ઓક્ટોબરમાં બીજા ક્યા ક્યા દિવસે રજા?

શેરબજારમાં આજે દશેરા નિમિત્તે રજા, આ વર્ષની હજુ કુલ ત્રણ રજાઓ બાકી જાણી લો તારીખો

Dussehra BSE Sensex Update: આજે દશેરા નિમિત્તે શેરબજાર બંધ રહેશે. આ સાથે આ મહિનામાં શનિવાર અને રવિવાર સિવાય બીજી બે રજાઓ આવશે. બીએસઈની વેબસાઈટ અનુસાર વર્ષ 2022માં બજારમાં કુલ 13 અન્ય રજાઓ હતી જે પૈકી નવ રજાઓ આવી ગઈ છે અને આ મહિનાની ત્રણ રજાઓ સહિત હજુ એક રજા બાકી છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ જો તમે શેરબજારમાં દરરોજ ટ્રેડિંગ કરો છો અથવા તો રોજ ટ્રેડિંગ ન કરવા પર માર્કેટના ઉતાર ચઢાવથી તમને ફરક પડે છે તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ જરુરી છે. ઓક્ટોબરમાં હવે 3 મોટા તહેવાર છે ત્યારે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. પહેલી રજા 5 ઓક્ટોબરે એટલે કે આજે દશેરા નિમિત્તે રહેશે. આ પછી 24 ઓક્ટોબરે દિવાળી અને 26 ઓક્ટોબરે દિવાળી પ્રતિપદાના દિવસે બજાર બંધ રહેશે. જો કે, દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર ખુલશે, જેનો સમય તે તારીખની આસપાસ બજાર દ્વારા જણાવવામાં આવશે.

    કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ આ ત્રણ દિવસ માટે માર્કેટમાં બંધ રહેશે. બીએસઈની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને એસએલબી સેગમેન્ટમાં કોઈ કામ થશે નહીં.

    આ પણ વાંચોઃ Multibagger Stock: આ સિમેન્ટ કંપનીના શેરે આપ્યું 98 ગણું વળતર, હજી પણ છે નફો કમાવાની મોટી તક

    MCX પર અડધો દિવસ રહેશે


    5 અને 26 તારીખે સાંજે 5 વાગ્યા પછી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં ટ્રેડિંગ શરૂ થશે. પરંતુ 24મી એટલે કે દિવાળીના દિવસે આખો દિવસ વેપાર-ધંધા બંધ રહેશે. તે જ સમયે, નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ (NCDEX) પર 5 અને 26 ઓક્ટોબરના રોજ ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે દિવાળીના દિવસે એટલે કે 24 ઓક્ટોબરે સેકન્ડ શિફ્ટમાં ટ્રેડિંગ થશે.

    આ વર્ષે શેરબજારમાં બીજી કેટલી રજાઓ બાકી?


    આ મહિને 3 રજાઓ બાદ હવે બજારમાં માત્ર એક દિવસની રજા રહેશે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આવતા મહિને 8 નવેમ્બરે બજારો બંધ રહેશે. નોંધનીય છે કે આ રજાઓ દર સપ્તાહની સાપ્તાહિક રજાઓથી અલગ છે. સાપ્તાહિક રજા સિવાય આ વર્ષે બજાર કુલ 9 પ્રસંગોએ બંધ રહ્યું હતું. હવે આગામી 4 રજાઓ સહિત, શેરબજારમાં 2022 માં કુલ 13 રજાઓ હતી.


    પાછલા એક વર્ષમાં બજાર 6 ટકા ઘટ્યું


    ભારત સહિત વિશ્વભરના શેરબજારો વધતી જતી મોંઘવારી, કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં સતત વધારો અને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વમાં વધેલા તણાવના કારણે દબાણ હેઠળ છે. પરંતુ, સારી વાત એ છે કે ભારતીય શેરબજારો તેમના સમકક્ષો કરતાં ઓછા તૂટેલા છે. છેલ્લા દશેરાથી આ વર્ષે દશેરા સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો છે. 2011 પછી આ પ્રથમ વખત છે જ્યારે બંને બેન્ચમાર્ક આટલા નીચા આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલના સેશનમાં ભારતીય શેરબજારમાં વિજ્યા દશમીનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1270 અંકથી વધુનો કુદકો મારીને બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ લગભગ 400 અંક ઉછળીને બંધ થઈ હતી.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Dussehra 2022, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन