Home /News /business /Gold Silver Price Today: સોના અને ચાંદીમાં આજે ઘટાડો, ચેક કરો આજની કિંમત

Gold Silver Price Today: સોના અને ચાંદીમાં આજે ઘટાડો, ચેક કરો આજની કિંમત

લગ્નસરાની સીઝનમાં જ સોના ચાંદીના વળતા પાણી જુઓ તમારા શહેરમાં કેટલં સસ્તું થયું

Gold Silver Price Today 25th November: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.04 ટકા તૂટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.33 ટકા ઘટીને 61,786 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી એક દિવસ ઉપર તો બીજા દિવસે નીચે તેમ બમ્પી રોડ પર પસાર થઈ રહ્યું છે. આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું 53 હજાર તરફ જઈ રહેલા સોનાની ચાલને બ્રેક લાગી છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 62 હજારથી નીચે ઉતરી ગયા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.04 ટકાના ઘટાડા સાથે 52,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.33 ટકા ઘટીને 61,786 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું 'અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય'

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.04 ટકાના ઘટાડા સાથે 52,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.33 ટકાના ઉછાળા સાથે 62,154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,658 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4533 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ બિગ બોય ટોયઝ કાર બ્રાન્ડનું ગુજરાતમાં આગમન, અમદાવાદમાં રૂ. 25 કરોડનું રોકાણ કર્યું

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹49,350₹53,840
    Mumbai₹48,550₹52,970
    Delhi₹48,700₹53,120
    Kolkata₹48,550₹52,970
    Bangalore₹48,600₹53,020
    Hyderabad₹48,550₹52,970
    Kerala₹48,550₹52,970
    Pune₹48,550₹52,970
    Vadodara₹48,600₹53,020
    Ahmedabad₹48,600₹53,020
    Jaipur₹48,700₹53,120
    Lucknow₹48,700₹53,120
    Coimbatore₹49,350₹53,840
    Madurai₹49,350₹53,840
    Vijayawada₹48,550₹52,970
    Patna₹48,600₹53,020
    Nagpur₹48,550₹52,970
    Chandigarh₹48,700₹53,120
    Surat₹48,600₹53,020
    Bhubaneswar₹48,550₹52,970
    Mangalore₹48,600₹53,020
    Visakhapatnam₹48,550₹52,970
    Nashik₹48,580₹53,020
    Mysore₹48,600₹53,020

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું 'પાણી વેચીશ'; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन