Home /News /business /નોકરી ગુમાવી છે? પોતાનું સ્ટાર્ટઅપ ખોલવા 80.59 લાખ આપશે આ કંપની
નોકરી ગુમાવી છે? પોતાનું સ્ટાર્ટઅપ ખોલવા 80.59 લાખ આપશે આ કંપની
બસ એક ધાંસૂ આઇડિયા અને રુ. 80 લાખ તમારા, બિઝનેસ કરવો હોય તો આનાથી વધુ સારી તક નથી.
Funded not Fired: એક તરફ જ્યાં દુનિયાભરમાં ટોચની કંપનીઓમાં છટણીની સીઝન ચાલી રહી છે ત્યારે એક કંપની એવી છે જે આવા છટણી થયેલા કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે માટે તેમના એક આઇડિયા માટે 80 લાખ રુપિયા આપી રહી છે. આ કંપની અમેરિકાની Day One Ventures છે. જેના ફાઉન્ડર માસા બુશર પોતે પણ છટણીનો શિકાર બની ચૂક્યા છે. તેમણે બે નોકરીઓમાંથી છટણી થયા બાદ આ શરું કર્યું છે.
નવી દિલ્હીઃ મંદીના સતત વધી રહેલા જોખમ વચ્ચે આજે દુનિયાની ટોચની ટેક કંપનીઓમાં છટણીની સીઝન ચાલી રહી છે. તેવામાં તમને તમારો એક આઇડિયા રુ. 80 લાખ અપાવી શકે છે. આ લાખો રુપિયા માટે તમારે દિવસ રાત મહેનત કરવાની જરુર નથી પરંતુ એક એવા આડિયાની જરુર છે જે આગળ વધીને એક સ્ટાર્ટઅપમાં પરિણમીને સફળતાના શીખર સર કરી શકે. જો તમારો આઇડિયા પસંદ પામે છે તો બે-ચાર નહીં પૂરા 80.59 લાખ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ઓફર અમેરિકાની કંપની Day One Ventures આપી રહી છે.
આ તરફ દુનિયભરની કંપનીઓમાં છટણીઓ થઈ રહી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, ઈલોન મસ્કની ટ્વિટર અને જેફ બેઝોસની Amazon દ્વારા કર્મચારીઓની છટણી થઈ રહી છે. તેવામાં લાખોપતિ બનાવાની આ ઓફર લઈને આવી છે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી ડે વન વેન્ચર્સ. જે છટણીના શિકાર થયેલા લોકોને એક ઝટકામાં 1 લાખ ડોલર એટલે કે રુ.80.59 લાખ આપી રહી છે.
કંપનીની આ ઓફરમાં સામેલ થવા માટે તમારે ફક્ત એક શાનદાર સ્ટાર્ટઅપ આઇડિયા આપવાની જરુર છે. આ સ્ટાર્ટઅપ આઇડિયા યુનિક હોવો જોઈએ અને જેના પર આગળ વધી શકાય. કંપનીની એક ટીમ આ આઇડિયાના તમામ પાસાઓ પર વિચાર કરશે અને જો આઇડિયા સિલેક્ટ થાય છે તો તેમને તેના માટે 1 લાખ ડોલર ટ્રાન્સફર કરવામાં આવશે. તો છે ને આ એક મોટા ફાયદાનો સોદો, જે તમને ઘરે બેઠા બેઠા જ લાખોના માલિક બનાવી શકે છે.
ડે વન વેન્ચર્સ કંપની 'Funded Not Fired' પ્રોગ્રામ હેઠળ આ લખપતિ બનાવનાર ઓફર લઈને આવી છે. કંપની તરફથી એ જાહેરાત પણ કરવામાં આવી છે કે લગભગ 20 કંપનીઓ લાખો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. ડે વનના ફાઉન્ડર માસા બુશર છે જેઓ પોતે એક નહીં બે બેવાર છટણીનો શિકાર થઈ ચૂક્યા છે. CNBCના અહેવાલ અનુસાર માસાએ કહ્યું કે તેમના માટે છટણી એક સારી વાત સાબિત થઈ ચૂકી છે.
નોકરી પરથી કાઢી તો કરી શરુઆત
એન્જલ ઇન્વેસ્ટર માસા બુશરને બે નોકરીથી કાઢવામાં આવ્યા બાદ તેમણે આ વેન્ચર કેપિટલ ફર્મ ડે વન વેંચર્સની શરુઆત કરી હતી. તેમનું કહેવું છે કેપિટલિસ્ટ અબજો ડોલર લઈને બેઠા છે. જ્યારે આપણી પાસે છટણી દરમિયાન પોતાની આશા ગુમાવનારા એન્જિનિયરિંગ, સેલ્સ, સપોર્ટ સ્ટાફ અને અન્ય સેક્ટર્સની હજારોની પ્રતિભા છે. તેમને નવા અવસરની તલાશ છે. તેવામાં કેટલાક રુપિયા સીધા જ આવા પ્રતિભાશાળી લોકોને આપવા આપણા માટે ફાયદાનો સોદો હોઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર