Home /News /business /Buy Home: તહેવારની સીઝનમાં ઘર ખરીદશો તો ફ્રીમાં મળશે ઈલેક્ટ્રિક સ્કૂટર, બિલ્ડરો લાવ્યા અવનવી ઑફર

Buy Home: તહેવારની સીઝનમાં ઘર ખરીદશો તો ફ્રીમાં મળશે ઈલેક્ટ્રિક સ્કૂટર, બિલ્ડરો લાવ્યા અવનવી ઑફર

આ તહેવારની સીઝન દરમિયાન ઘર ખરીદો અને કેટલીય આકર્ષક ઓફરનો લાભ મેળવો(ફાઈલ તસવીર)

Home Buying Offers: તહેવારમાં વેચાણ વધારવા માટે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ ઘણી ઓફર લઈને આવ્યા છે. આમાં ઘરની કિંમતમાં ડિસ્કાઉન્ટ, મફત પાર્કિંગ, ઘર બુકિંગ પર ઈલેક્ટ્રિક બાઈક આપવા જેવી ઓફરો સામેલ છે.

    નવી દિલ્હીઃ તહેવારની સીઝન દરમિયાન ઘર ખરીદવાનું મન બનાવી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તહેવારમાં વેચાણ વધારવા માટે રિયલ એસ્ટેટ ડેવલોપર્સ ઘણી ઓફર લઈને આવ્યા છે. આમાં ઘરની કિંમતમાં ડિસ્કાઉન્ટ, મફત પાર્કિંગ, ઘર બુકિંગ પર ઈલેક્ટ્રિક બાઈક આપવા જેવી ઓફરો સામેલ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં જ વ્યાજના દરમાં વધારો અને કમોડિટીની ભાવમાં વધારા બાદ ધર ખરીદવુ થોડું મોઘું બન્યુ છે.

    કોવિડ-19 બાદ ગ્રાહકો તહેવારોને લઈને ઉત્સુક


    લગભગ બધી જ બેંકોએ ગત કેટલાય મહિનામાં તેમની હોમ લોનના દરોમાં વધારો કર્યો છે. એવામાં વધેલા ખર્ચની અસરને ઓછી કરવા માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઘર ખરીદદારોને આકર્ષવા માટે ઓફર લઈને આવ્યા છે. જાણકારોનું કહેવુ છે કે, ઘણા બજારોમાં નવા ઘરોની માગ ઓછી રહી શકે છે. તે એટલા માટે કેમકે, લોકો બે વર્ષના કોવિડ પ્રતિબંધો બાદ આ સીઝનમાં તહેવારોને સારી રીતે ઊજવવા માટે વધારે ઈચ્છુક છે. આ ઉપરાંત, ખરીદદારો પાસે હવે સોદાબાજી કરવાની શક્તિ પણ ઘટી ગઈ છે, કેમ કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ ગત કેટલાય વર્ષોની સરખામણીમાં આ વર્ષે આર્થિક રૂપથી વધારે મજબૂત છે.

    આ પણ વાંચોઃ દુનિયાભરમાં ભલે મંદી આવે પણ ભારતમાં નોકરિયાતોને જલસા, સેલેરીમાં થશે ડબલ ડિજિટમાં વધારો 

    આ ઓફરો મળી રહી છે


    મનીકંટ્રોલની એક રિપોર્ટ અનુસાર, આ તહેવારના સમયગાળા દરમિયાન વેચાણમાં વધારો કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19 ના કારણે બે વર્ષમાં ખરીદ-વેચાણ વ્યવહાર ઠપ પડી ગયો હતો. ભારતમાં તહેવારના સમયગાળાને ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, આ સીઝનમાં ઘરોના વેચાણમાં વધારો થાય છે. આ તકનો લાભ લેવા માટે બિલ્ડરો ગ્રાહકોને ઘણી ઓફર્સ આપી રહ્યા છે. આ વર્ષે પણ તહેવારની સીઝનમાં કેટલાય બિલ્ડરોએ નિશ્ચિત સમયગાળા માટે વ્યાજ સબસિડી અને કેશબેકના રૂપમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ઘણા રિયલ એસ્ટેટ ડેવલપરોએ ઘરોની ખરીદી પર ખરીદદારોને સોનું કે અન્ય ઉત્પાદનો મફતમાં ઓફર કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ અહીં રોકાણ કરીને તમે બચાવી શકો છો 46,800 સુધીનો ટેક્સ, આ બેંકો આપી રહી છે 6.75 ટકા સુધી વ્યાજ

    ઈલેક્ટ્રિક બાઈક પણ આપી રહ્યા છે


    કેટલાય બિલ્ડર્સે સ્ટેમ્પ ડ્યૂટિમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. આમાં સ્ટેમ્પ ડ્યૂટિ પર લગાવવામાં આવતી રકમને બિલ્ડર પોતેજ ભોગવવાનું વચન આપી રહ્યા છે. આ ઉપરાંત, ઘણા ડેવલપર્સ ઘરોની બુકિંગ માત્ર 21,000 રૂપિયામાં કરવા અને મફત કાર પાર્કિંગ સ્લોટ પણ ઓફર કરી રહ્યા છે. આટલું જ નહિ, ઘણા ડેવલપર્સે તો ઘરની કિંમત પર બે લાખ રૂપિયાની છૂટ કે ફ્રીમાં ઓલા ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર આપવાની પણ જાહેરાત કરી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Buy home, Festivals Time

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन