કોરોના સંકટ વચ્ચે જિયો માર્ટે 200 શહેરોમાં દરરોજ પહોંચાડ્યા 2.5 લાખ ઓર્ડર

News18 Gujarati
Updated: July 15, 2020, 4:12 PM IST
કોરોના સંકટ વચ્ચે જિયો માર્ટે 200 શહેરોમાં દરરોજ પહોંચાડ્યા 2.5 લાખ ઓર્ડર
. હવે જિયો માર્ટ દેશમાં પોતાની પહોંચ વધારવા માટે અને ડિલીવરીની ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.

. હવે જિયો માર્ટ દેશમાં પોતાની પહોંચ વધારવા માટે અને ડિલીવરીની ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.

  • Share this:
મુંબઈ : આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM (RIL 43rd AGM 2020) મળી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) શેરહોલ્ડર્સને વીડિયો કૉન્ફરન્સથી સંબોધિત કરી રહ્યા છે. જેમા તેમણે જણાવ્યું કે, કોરોના સંકટ વચ્ચે જિયો માર્ટનાં (JioMart) ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા દેશનાં 200 શહેરોમાં દરરોજ 2,50,000 કરિયાણાની વસ્તુઓનાં ઓર્ડર લોકો સુધી પહોંચા઼ડવામાં આવી રહ્યાં છે. હવે જિયો માર્ટ દેશમાં પોતાની પહોંચ વધારવા માટે અને ડિલીવરીની ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. અમારું લક્ષ્ય તેમનો જરૂરી સામાન સારી અનુભવ સાથે તેમની સાથે પહોંચે તે છે.

'સારો શોપિંગ અનુુભવ આપવો જ લક્ષ્ય'

મુકેશ અંબાણીએ જણાવ્યું કે, થોડા જ સમયમાં જિયો માર્ટ પર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થ કેર પ્રોડક્ટસની વસ્તુઓ પણ આવશે. જિયો માર્ટ વધારેમાં વધારે શહેરોમાં ગ્રોહકોને સારો શોપિગ અનુભવ આપવાની દિશામાં કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો- Jio આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5G સર્વિસ - મુકેશ અંબાણીની જાહેરાત

તેમણે વધુમાં જણાવ્યું કે, 'આ માટે ઉદ્યમીઓ, બ્રાંડ્સ અને વેપારીઓને પોતાની સાથે જોડી રહ્યાં છે. જેનાથી દેશનાં કંઝમ્પશનને વધારે બૂસ્ટ મળશે.

આ પણ વાંચો- RIL AGM 2020 : રિલાયન્સ AGMમાં કરાયેલી મુખ્ય જાહેરાતો, તમને શું નવું મળશેઆ પણ જુઓ- 

 

'નવા સ્ટાર્ટઅપની તક પણ મળશે'

આનાથી દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો થવાની સાથે નવા સ્ટાર્ટઅપની તક પણ મળશે. આનાથી આવનારા સમયમાં ભારત મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે આગળ આવશે. જેનાથી ઘણી વસ્તુઓની નિકાશમાં પણ વધારો થશે
Published by: Kaushal Pancholi
First published: July 15, 2020, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading