કોરોનાના સમય દરમિયાન આ કંપનીએ પોતાના કર્મચારીઓનો વધાર્યો 12% પગાર, સાથે આપ્યું બોનસ

News18 Gujarati
Updated: July 12, 2020, 5:23 PM IST
કોરોનાના સમય દરમિયાન આ કંપનીએ પોતાના કર્મચારીઓનો વધાર્યો 12% પગાર, સાથે આપ્યું બોનસ
પ્રતિકાત્મક તસવીર

અક્ષય ઉર્જા ક્ષેત્રની કંપની રીન્યૂ પાવરે કોરોના વાયરસની મહામારી વચ્ચે પોતાના બધા કર્મચારીઓનો 12 ટકા સુધી પગાર વધારો કર્યો છે આ ઉપરાંત કંપનીએ બોનસ આપ્યુ છે.

  • Share this:
નવી દિલ્હીઃ અક્ષય ઉર્જા (Renewable Energy) ક્ષેત્રની કંપની રીન્યૂ પાવરે કોરોના વાયરસની મહામારી (coronavirus) વચ્ચે પોતાના બધા કર્મચારીઓનો 12 ટકા સુધી પગાર વધારો કર્યો છે આ ઉપરાંત કંપનીએ બોનસ આપ્યુ છે. આવા પડકાર જનક સમયમાં આવું કરનાર કેટલીક કંપનીઓ પૈકીની એક છે. ઉદ્યોગ જગતના સૂત્રો અનુસાર અક્ષય ઉર્જા ક્ષેત્રની (Energy Sector) કેટલીક અન્ય કંપનીઓએ પણ વેતન વૃદ્ધિ આપી છે. પરંતુ આ કંપનીઓએ કર્મચારીઓને કોઈ લાભ આવ્યો નથી.

દસ લાખ રૂપિયાથી ઓછી આવકવાળા કર્મચારીઓએ આ કંપનીઓએ દ્વારા ખૂબ જ મામુલી વેતન વૃદ્ધી આપી છે. રીન્યૂ પાવરના ચેરમેન અને પ્રબંધ નિદેશક સુમંત સિન્હાએ કહ્યું કે '2020 બધા માટે એક પડકાર જનક વર્ષ રહ્યું છે. રીન્યૂ પાવર સમક્ષ પણ આવો પડકાર આવ્યો હતો. પરંતુ કંપનીના દ્રઠ સંકલ્પની સાથે પ્રતિકૂલ પરિસ્થિતિયોનો સામનો કર્યો છે અને સંચાલન ચાલું રાખવાનું સુનિશ્વિત કર્યું છે.'

કર્મચારીઓ માટે આગળ આવી કંપની

ઉન્હોને કહ્યું કે આ કઠીન સમયમાં અમે જાણી જોઈને પગાર વધારો અને બોનસ સાથે આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. જેથી એ સુનિશ્વિત કરી શકાય છે કે અમારા કર્મચારીઓએ કોઈપણ કઠનાઈનો સામનો કરવો ન પડે. અર્થવ્યવસ્થાના અનેક ક્ષેત્રો ધીરે ધીરે સારા થઈ રહ્યા છે. હું આશા રાખું છું કે ભારતીય અર્થવ્યવસ્થા વૃદ્ધિના પાટા ઉપર ફરીથી દોડવા લાગે. કંપનીએ પગાર વધારો અને બોનસ આપ્યા બાદ પોતાના કર્મચારીઓને પ્રમોશન પણ આપ્યું છે. કંપનીએ 1100થી વધારે કર્મચારીઓનો પગાર વધાર્યો છે.

આ પણ વાંચોઃ-જોવા મળશે અદભૂત નજારો! 14 જુલાઈથી 20 દિવસો સુધી ભારતના આકશમાં દેખાશે અનોખો ધૂમકેતૂ

આ પણ વાંચોઃ-અમિતાભ બચ્ચન કોરોના મૂક્ત થાય તે માટે અમદાવાદી આ ચાહકે કરી 'વિશેષ' આરતી, બનાવ્યું છે બીગ બીનું મંદિરઆ પણ વાંચોઃ-સમુદ્રમાંથી મળી અનોખી માછળીઃ માસણો જેવા છે હોઠ અને દાંત, જુઓ અદભૂત તસવીરો

વેતનમાં 5થી 12 ટકા સુધી વધારોઃ સિન્હાએ કહ્યું કે કંપનીના કર્મચારીઓએ વેતન પાંચથી 12 ટકા સુધીનો વધારો કર્યો છે. આ ઉપરાંત પ્રદર્શનની વાર્ષીક સમીક્ષાના આધાર ઉપર કર્મચારીઓએ બોનસની પણ ચૂકવણી કરી છે. કંપનીની યોજના આ વર્ષે કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાની વૃદ્ધિ કરવાનો છે.

રીન્યૂ પાવર અત્યારના કર્મચારીઓનો પગાર વધારવા અને વધારાના લોકોને નોકરીઓ આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસની મહામારી સમયમાં વિવિધ ક્ષેત્રમાં કર્મચારીઓ એક પછી એક પોતાના કર્મચારીઓની છટણી અને પગારમાં કાપ કરે છે ત્યારે આ કંપનીએ પગાર અને મેન પાવર વધારવાનો નિર્ણય કર્યો છે.
Published by: ankit patel
First published: July 12, 2020, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading