ટૂંક સમયમાં મોંઘી થઈ જશે રોજની જરૂરિયાતની વસ્તુઓ, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર

ટૂંક સમયમાં મોંઘી થઈ જશે રોજની જરૂરિયાતની વસ્તુઓ, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર
પ્રતિકાત્મક તસવીર

આ લિસ્ટમાં હવે કપડા મોંઘા થવાના છે. તેની પાછળનું કારણ એ છે કે, હવે ચીનથી કપડા અને કપડા બનાવવાની મશીન સાથે જોડાયેલો સામાન ભારત નહીં આવી શકે.

 • Share this:
  નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત ચીની સામાન પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી રહ્યું છે. આ કારણથી કેટલીક ચીજવસ્તુ મોંઘી થઈ શકે છે. આ લિસ્ટમાં હવે કપડા મોંઘા થવાના છે. તેની પાછળનું કારણ એ છે કે, હવે ચીનથી કપડા અને કપડા બનાવવાની મશીન સાથે જોડાયેલો સામાન ભારત નહીં આવી શકે.

  ચીનથી બટન, મેટલ અને સિલાઈ મશીન ભારત આવે છે. ભારતમાં સૌથી મોટુ કપડા બનાવવાનું હબ તિરૂપુર છે. જ્યાં 90 ટકા ચીની સામાન આવે છે. ચીનથી આવતા ફાસ્ટનર, બટન, સિલાઈ મશીન, નિડલ લેપલ પિન અને ટેક્સટાઈલ મટેરિયલ પર ભારત નિર્ભર છે.  ETમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ચીનથી આવેલો અનેક ટન સામાન તો પોર્ટ પર ફસાયેલો પડ્યો છે. જ્યાં સુધી આ તમામ સામાન કોઈ અન્ય ઈન્ડસ્ટ્રીથી લાવવાની વ્યવસ્થા ન કરી શકીએ ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીને મોટુ નુકશાન થઈ ગયું હશે.

  આ પણ વાંચોનોકરી ગુમાવવાનો લાગી રહ્યો છે ડર, તો શરૂ કરો આ બિઝનેસ, 10 વર્ષ સુધી થશે લાખોમાં કમાણી

  ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઈલ સાથે આ જોડાયેલો તમામ સામાન તુર્કી, તાઈવાન, વિયતનામઅને થાઈલેન્ડથી પણ મળી શકે છે. જોકે, એ વાત પણ છે કે, ઘણી બધી જરૂરિયાતની એસેસરિઝ અને મશીનોના સ્પેરપાર્ટ માત્ર ચીનમાં જ મળે છે. જે નિર્યાતક વિદેશી બ્રાન્ડ માટે કપડા બનાવે છે. તેમનું કહેવું છે કે, જરૂરી એસેસસરિઝ ના હોવાથી તેમના એક્સપર્ટ ઓર્ડરમાં મોડુ થઈ રહ્યું છે.

  ગાર્મેન્ટ સેક્ટર ચીન પર એક નાની સોયથી લઈ ફેબ્રિક ગ્લૂ સુધી તમામ સામાન પર નિર્ભર છે. આ મટેરિયલ્સ ભારતમાં પણ બની શકે છે, પરંતુ તેના માટે સરકારે સાથ આપવાની જરૂરત છે.
  Published by:News18 Gujarati
  First published:July 03, 2020, 15:36 pm

  ટૉપ ન્યૂઝ