Home /News /business /

ઇંધણની કિંમતોમાં ત્રીજા દિવસે પણ રાહત, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

ઇંધણની કિંમતોમાં ત્રીજા દિવસે પણ રાહત, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

પ્રતિકાત્મક તસવીર

તેલની કિંમતોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.

    ઇંધણની કિંમતોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. શનિવારે પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તા થયુ છે. હવે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસાના ઘટાડાની સાથે 81.99 રુપિયા પ્રતિ લિટર વેચવામાં આવી રહ્યું છે. જ્યારે ડીઝલ 12 પૈસા સસ્તુ થઇને 75.36 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. આજે પેટ્રોલના ભાવમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો.

    દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 38 પૈસાની ઘટાડાની સાથે 87.46 રૂપિયા અને ડીઝલ 13 પૈસાના ઘટાડાની સાથે 79.00 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

    કોલકત્તા અને ચેન્નાઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાને કારણે લોકો રાહત અનુભવી રહ્યાં છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો છેલ્લા ત્રણ દિવસથી સતત જારી છે. શુક્રવારે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો નોંધાવવામાં આવ્યો હતો. આની સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 24 પૈસાના ઘટાડા પછી 82.38 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 10 પૈસાના ઘટાડાની સાથે 75.48 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.

    આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ. 79.02 પ્રતિ લિટર જ્યારે ડીઝલમાં 78.81 રૂ. પ્રતિ લિટર નોંધાયો છે. ગઇકાલે અમદાવાદમાં પેટ્રોલના ભાવ 79.39 રૂ. પ્રતિ લિટર અને ડીઝલમાં 78.93 રૂ. પ્રતિ લિટર હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crude oil, Petrol diesel, Petrol price

    આગામી સમાચાર