Multibagger Stock: બોનસ ઇશ્યૂની રેકોર્ડ ડેટ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં આવ્યો ઉછાળો
Multibagger Stock: બોનસ ઇશ્યૂની રેકોર્ડ ડેટ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં આવ્યો ઉછાળો
શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Multibagger Stock Ducon Infratechnologies: એક વર્ષના ગાળામાં મલ્ટીબેગર સ્ટોકમાં 307%થી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે માત્ર છેલ્લા છ મહિનામાં જ 117% વધ્યો છે.
નવી દિલ્હી: સોમવારના ટ્રેડિંગ સેશનમાં ડ્યુકોન ઇન્ફ્રાટેક્નૉલોજિસ લિમિટેડના શેર (Shares of Ducon Infratechnologies Ltd) BSE પર રૂ. 28ના દરે 6% કરતા વધુ ઉછળ્યા હતા. કારણ કે સ્ટોક એક્સ-બોનસ બની ગયો હતો, જે 19 એપ્રિલ, 2022ના રોજ ઇક્વિટી શેર (Equity Share)ના બોનસ ઇશ્યૂ માટે 1:10ના ગુણોત્તર સાથે તેની રેકોર્ડ ડેટથી એક દિવસ આગળ હતો. 25મી ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાયેલી તેમની મીટિંગમાં ડ્યુકોન ઈન્ફ્રાટેક્નોલોજીસના બોર્ડે 1:10ના ગુણોત્તરમાં ઈક્વિટી શેરના બોનસ ઈશ્યૂ (Bonus Issue) પર વિચારણા કરી અને મંજૂરી આપી હતી. બોનસ શેર દ્વારા કંપની તેના વર્તમાન શેરધારકોને જારી કરાયેલા વધારાના શેરની સંપૂર્ણ ચૂકવણી કરી રહી છે.
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે, “બોર્ડે રેકોર્ડ મુજબ કંપનીના શેરધારકો દ્વારા રાખવામાં આવેલા દરેક 10 (દસ) ઇક્વિટી શેર માટે રૂ.1/-ના 1 (એક) ઇક્વિટી શેરના પ્રમાણમાં તારીખ, પોસ્ટલ બેલેટ દ્વારા શેરધારકોની મંજૂરીને આધીન ઇક્વિટી શેરના બોનસ ઇશ્યૂની ભલામણ કરી હતી."
વધુમાં, બોર્ડે વોરંટ ધારક કે જેના વોરંટનું રૂપાંતર કરવામાં આવશે. તેના માટે રૂપાંતરણ સમયે હસ્તગત કરવા માટેના દરેક 10 ઈક્વિટી શેર માટે રૂ 1/- દરેકના 1 ઈક્વિટી શેરના રિઝર્વેશનને પણ મંજૂરી આપી હતી. તેણે કંપનીની અધિકૃત શેર મૂડીમાં વધારો અને તેના પરિણામે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના મૂડી કલમમાં ફેરફારને પણ મંજૂરી આપી.
એક વર્ષના ગાળામાં મલ્ટીબેગર સ્ટોકમાં 307%થી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે માત્ર છેલ્લા છ મહિનામાં જ 117% વધ્યો છે. બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 4%થી વધુ ઘટાડાની સરખામણીમાં ડ્યુકોન ઇન્ફ્રાના શેર 2022 (વર્ષ-થી તારીખ અથવા YTD) માં લગભગ 27% વધ્યા છે.
ઉલ્લેખનીય છે કે, Ducon Infratechnologies, કંપની કે જેણે 6 મહિનામાં પૈસા બે ગણા કર્યા અને માત્ર એક વર્ષમાં મલ્ટીબેગર વળતર આપ્યું, તેણે તેના શેરધારકોને 'બોનસ શેર' આપવાની જાહેરાત માર્ચ મહીનામાં કરી હતી. 25 ફેબ્રુઆરી 2022ના રોજ કંપનીની એક બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને માર્ચ મહીનાની શરૂઆતમાં જ જાહેરાત કરી હતી. કંપની દ્વારા આ જાહેરાત થતાની સાથે જ રોકાણકો ગેલમાં આવી ગયા હતા. એટલું જ નહીં આ બેઠકમાં કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં પરિણામી ફેરફારને પણ મંજૂરી આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર