Home /News /business /આ મલ્ટીબેગર સ્ટૉકે Bonus Share આપવાની કરી જાહેરાત, આંકડાઓ પરથી જાણો દાવ લગાવવો કે નહીં

આ મલ્ટીબેગર સ્ટૉકે Bonus Share આપવાની કરી જાહેરાત, આંકડાઓ પરથી જાણો દાવ લગાવવો કે નહીં

મલ્ટીબેગર શેર (પ્રતીકાત્મક તસવીર)

Ducon Infratechnologies stock: ડુકોન ઇન્ફ્રાટેક્નોલોજીસ કંપનીનો શેર આ વર્ષે મલ્ટીબેગર સાબિત થયો છે. 1 વર્ષના સમયગાળામાં આ શેરે 260 રૂપિયાનું રિટર્ન આપ્યું છે.

    નવી દિલ્હી: ડુકોન ઇન્ફ્રાટેક્નોલોજીસ (Ducon Infratechnologies) તરફથી કહેવામાં આવ્યું છે કે, 25 ફેબ્રુઆરી, 2022ના રોજ મળેલી બોર્ડની બેઠકમાં 1:10 બોનસ શેર (Bonus share) આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બોર્ડ બેઠકમાં કંપનીની અધિકૃત શેર મૂડી વધારવા અને આ માટે કંપનીના મેમોરેન્ડમ ઑફ એસોસિએશન (Memorandum of Association)ના કેપિટલ ક્લાસમાં સુધારો કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આનો મતલબ એવો થાય છે કે કંપની પોતાના શેરધોરકોને 1 રૂપિયાની કિંમતના પ્રતિ 10 શેર દીઠ 1 શેર બોનસ તરીકે આપશે. આ પ્રસ્તાવ અંગે હજુ અમુક કાયદાકીય વિધિ પૂર્ણ કરવાની બાકી છે.

    આ ઉપરાંત કંપનીના બોર્ડે 1 રૂપિયાની ફેસ વેલ્યૂના પ્રતિ 10 ઇક્વિટી શેર દીઠ કંપનીના વોરંટ હોલ્ડરો માટે 1 રૂપિયા અંકિત મૂલ્યના 1 શેરના રિઝર્વેશનના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. જે બાદમાં આ વોરંટ હોલ્ડરોના વોરંટને કન્વર્ટ કરવામાં આવશે.

    કંપનીઓ આ માટે આપે છે બોનસ શેર

    સામાન્ય રીતે કંપનીઓ લિક્વિડિટી વધારવા તેમજ સેરની કિંમતને રિટેલ રોકાણકારો માટે પ્રમાણમાં સસ્તી બનાવવા માટે બોનસ શેર આપતી હોય છે. જેનાથી કંપનીના રોકાણકારોના બેઝમાં વધારો થઈ શકે. કંપની પોતાના વર્તમાન શેરધારકો માટે બોનસ શેરની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો: LIC આઈપીઓથી રહો દૂર, કંપનીને લિસ્ટિંગ પર પ્રીમિયમ વેલ્યુએશન નહીં મળે: વૈભવ અગ્રવાલ

    ડુકોન ઇન્ફ્રા શેરની કિંમત

    ઉલ્લેખનીય છે કે ડુકોન ઇન્ફ્રાટેક્નોલોજીસ કંપનીનો શેર આ વર્ષે મલ્ટીબેગર સાબિત થયો છે. 1 વર્ષના સમયગાળામાં આ શેરે 260 રૂપિયાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ શેરે 104 ટકા વળતર આપ્યું છે. 2022ની શરૂઆતથી અત્યારસુધી આ શેરમાં 9 ટકા જેટલું વળતર જોવા મળ્યું છે.

    ડુકોન ઇન્ફ્રાટેક્નોલોજીસ એક ફોસિલ ફ્યૂઅલ ટેક્નોલોજી કંપની છે. આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એફજીડી સિસ્ટમ અને મટિરિયલ હેન્ડલિંગ સેક્ટરને પોતાની સેવા આપે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંપની થર્મલ પાવર પ્લાન્ટોને FGD સિસ્ટમ, ફ્લાઈ એશ હેન્ડલિંગ સિસ્ટમ જેવી સેવાઓ આપે છે.

    આ પણ વાંચો: આ અઠવાડિયે શેર બજાર માટે 10 પરિબળ હશે મહત્ત્વના, કરી લો એક નજર

    52 વીક હાઈ અને લૉ

    આજે (28 ફેબ્રુઆરી) સવારે 11 વાગ્યે એનએસઈ પર શેરની કિંમત 1.20 રૂપિયાના વધારા સાથે 25.55 રૂપિયા જોવા મળી હતી. શુક્રવારે આ શેર 24.35 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીની માર્કેટ કેપ 526 કરોડ રૂપિયા છે. કંપનીનો શેર 52 અઠવાડિયા દરમિયાન 31.30 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. શેરની 52 અઠવાડિયાની નીચલી સપાટી 5.45 રૂપિયા છે.

    ખાસ નોંધ: ઉપર જણાવેલી વિગત ફક્ત માહિતી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી પોતાના યૂઝર્સને શેર બજારમાં રોકાણ કરતા પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સંપર્ક કરવાની સલાહ આપે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन