Home /News /business /

હવે જેટલી ચેનલો તેટલા રુપિયા, 100 ફ્રી ટૂર એર ચેનલ માટે આપવા પડશે 130 રુપિયા!

હવે જેટલી ચેનલો તેટલા રુપિયા, 100 ફ્રી ટૂર એર ચેનલ માટે આપવા પડશે 130 રુપિયા!

કેબલ અને DTH ગ્રાહકો જલ્દી પોતાની મનપંસદ ચેનલો સસ્તામાં જોઈ શકશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા

    કેબલ અને DTH ગ્રાહકો જલ્દી પોતાની મનપંસદ ચેનલો સસ્તામાં જોઈ શકશે. સાથે ફક્ત મનપસંદ ચેનલ માટે જ પૈસા આપવા પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા છે. નવા નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થશે. આ મામલાને લઈને ટ્રાઇના ચેરમેન આરએસ શર્મા સાથે CNBCની સંવાદદાતા દીપાલી નંદાએ ખાસ વાતચીત કરી હતી.

    નવા નિયમ થયા જાહેર
    - ગ્રાહકોને કોઈ ચેનલ જબરજસ્તી બતાવવામાં આવશે નહીં.
    - જે ચેનલ ગ્રાહક જોવા માંગશે તેના જ પૈસા આપવાના રહેશે.
    - નવા રેગ્યુલેશનથી ગ્રાહકોના હિતોની રક્ષા થશે.
    - દરેક ચેનલ માટે નક્કી એમઆરપી (મેક્સિમમ રિટેલ પ્રાઇસ) ઇલેક્ટ્રોનિક યુઝર ગાઇડમાં આપવી પડશે.
    - આથી ચેનલ માટે વધારાના પૈસા વસુલી શકાશે નહીં.
    - 100 ફ્રી ટૂ એર ચેનલ માટે 130 રુપિયા આપવા પડશે.
    - લોકલ કેબલ ઓપરેટર્સ, DTH અને બ્રોડકાસ્ટર્સ પર નિયમો લાગુ પડશે.
    - નવા ફ્રેમવર્કનો ભંગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી થશે
    - 29 ડિસેમ્બરથી દેશભરમાં આ નિયમો લાગુ થશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Dth

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन